Tirupati Oil: સ્વદેશી ખાદ્યતેલ અપનાવો, દેશની અર્થવ્યવસ્થા અને રૂપિયો મજબૂત બનાવો
2 weeks ago
ગુજરાતમાં અને દેશના ખૂણે-ખૂણામાં ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે જાણીતી બ્રાન્ડ તિરૂપતિ ઓઇલ (N K Proteins Pvt Ltd) હવે એક નવા અભિયાન સાથે દેશના વિકાસમાં ભાગીદાર બની રહી છે. ભારતમાં હાલમાં અંદાજે 57% થી 60% જેટલું ખાદ્યતેલ વિદેશોમાંથી આયાત કરવામાં આવે છે. દર વર્ષે હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આવતા આ તેલ પાછળ દેશનું અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ખર્ચાઈ જાય છે. રૂ. 1,74,000 કરોડની બચતજો દેશના નાગરિકો ભારતમાં જ ઉત્પાદિત થતા તેલિબિયાં જેવા કે કપાસ, મગફળી, સરસવ અને મકાઈના તેલનો વપરાશ વધારે, તો વાર્ષિક અંદાજે રૂ. 1,74,000 કરોડની મોટી બચત થઈ શકે છે. સ્વદેશી તેલ વાપરવાના એક જ નિર્ણયથી દેશનો રૂપિયો મજબૂત બનશે અને ભારત આયાત નિર્ભરતામાંથી મુક્ત થઈ આર્થિક રીતે વધુ સક્ષમ બનશે.સ્વદેશી તેલના વપરાશથી દેશને આર્થિક ફાયદોભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું પામ ઓઇલ ઇન્ડોનેશિયા-મલેશિયાથી અને સનફ્લાવર ઓઇલ રશિયા-યુક્રેનથી આયાત કરે છે. વર્ષ 2022-23માં ભારતનું તેલ આયાત બિલ રેકોર્ડ 21 બિલિયન ડોલર પર પહોંચી ગયું હતું. આ સ્થિતિને બદલવા માટે ભારત સરકારે પણ 'નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ' (NMEO) શરૂ કર્યું છે. ગ્રાહક તરીકે જ્યારે તમે તિરૂપતિ જેવી સ્વદેશી બ્રાન્ડ પસંદ કરો છો, ત્યારે આયાત ખર્ચ ઘટે છે, અને બચેલા નાણાંનો ઉપયોગ દેશના વિકાસ કાર્યોમાં થાય છે. તિરૂપતિ તેલ સનફ્લાવર, મગફળી, સોયાબીન, કપાસિયા, મકાઈ, રાઈસ બ્રાન અને સરસવ જેવા અનેક શ્રેષ્ઠ વિકલ્પો પૂરા પાડે છે, જે શુદ્ધ અને નોન-જીએમઓ સ્ત્રોતોમાંથી બને છે.તિરૂપતિ તેલ: ભારતીય રસોડાનો અતૂટ વિશ્વાસNK પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડનું તિરૂપતિ ઓઇલ વર્ષોથી ભારતીય ઘરોમાં શુદ્ધતા અને સુરક્ષાનું પ્રતીક રહ્યું છે. તિરૂપતિ રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ હલકું, પાચનમાં સરળ અને વિટામિન A અને D થી ભરપૂર છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. વેજિટેરિયન-ફ્રેન્ડલી અને કોઈ પણ આર્ટિફિશિયલ મિશ્રણ વગરનું આ તેલ ભારતીય પરિવારોની જરૂરિયાત અને બજેટને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવે છે. તો આજે જ વિદેશી આયાતી તેલને અલવિદા કહી, સ્વાદ, સ્વાસ્થ્ય અને દેશહિત માટે તિરૂપતિ તેલનો વિકલ્પ પસંદ કરો.Disclaimer: આ એક એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.
Click here to Read more
