સુપ્રીમ કોર્ટે કહ્યું- UPSCમાં પેપર લીક કેમ નથી થતું:NTAને તેમની પાસેથી શીખવાની જરૂર, જ્યાં સુધી જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ નહીં અટકે
2 weeks ago
સુપ્રીમ કોર્ટે શુક્રવારે NEET-UG પેપર લીક કેસ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ મામલે નજર રાખી રહ્યા છે જેથી કોઈ ચૂક ન થાય. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે NEET પેપર લીક જેવી ઘટનાઓ યુવાનોને હચમચાવી દે તેવી છે. આપણે યુવાનોને નિરાશ કરી શકીએ નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું- આવા કિસ્સાઓમાં જ્યાં સુધી જવાબદારી નક્કી કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ ઘટનાઓ અટકશે નહીં. કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ નરસિમ્હાએ શિક્ષણ મંત્રાલય પાસેથી NEET-UG પરીક્ષાઓની તપાસ પ્રક્રિયાની વિગતો માંગી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ જણાવ્યું કે પેપર લીક થયા બાદ મોટા પાયે સુરક્ષા સુધારા કરવામાં આવ્યા છે. દેશભરમાં 3 મેના રોજ NEET-UG પરીક્ષા યોજાઈ હતી. 7 મેની સાંજે પેપર લીકના સમાચાર સામે આવ્યા હતા. 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હી. 21 જૂને ફરીથી પરીક્ષા લેવાશે. 25 મે: સુપ્રીમ કોર્ટે પૂછ્યું- એજન્સીએ પાછલી ભૂલમાંથી શું શીખ્યું આ પહેલા 25 મેના રોજ સુનાવણી થઈ હતી. ત્યારે કોર્ટે NTAને ફટકાર લગાવી હતી. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે NTAને ફટકારતા કહ્યું હતું કે આ દુઃખદ બાબત છે કે તમે (NTA)એ અગાઉ થયેલા પેપર લીક કેસમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. બેન્ચે કહ્યું હતું કે વર્ષ 2024માં પણ પેપર લીકનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારે એક કમિટી બનાવવામાં આવી હતી, જેણે ઘણી ભલામણો કરી હતી, જેને સ્વીકાર પણ કરવામાં આવી હતી. NTA 28 મે સુધી સોગંદનામું દાખલ કરે અને જણાવે કે 2024માં આપવામાં આવેલા નિર્દેશો અને મોનિટરિંગ કમિટીની ભલામણો પર શું પગલાં લેવામાં આવ્યા. કોર્ટે વર્તમાન કેસમાં કેન્દ્ર સરકાર અને CBI પાસેથી પણ જવાબ માંગ્યો હતો. FAIMA ની અરજીમાં માંગણીઓ યુનાઈટેડ ડોકટર્સ ફ્રન્ટ (UDF) ની માગ હવે જાણો NEET પેપર લીક કેસ શું છે NEET-UG પરીક્ષા 3 મેના રોજ દેશના 551 શહેરો અને વિદેશના 14 કેન્દ્રો પર આયોજિત થઈ હતી. તેમાં લગભગ 23 લાખ ઉમેદવારો સામેલ થયા હતા. NTA અનુસાર, 7 મેની સાંજે પરીક્ષામાં ગડબડીની સૂચના મળી હતી. આ પછી મામલો કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો. 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી અને રી-એક્ઝામનો નિર્ણય લેવામાં આવ્યો. 15 મેના રોજ શિક્ષણ મંત્રાલય અને NTA એ NEET રી-એક્ઝામની તારીખ 21 મેના રોજ હોવાની જાહેરાત કરી. NEET દ્વારા 1 લાખથી વધુ મેડિકલ કોલેજમાં પ્રવેશ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) ભારતમાં મેડિકલ અને ડેન્ટલ કોર્સિસમાં પ્રવેશ માટે લેવાતી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા છે. તેની શરૂઆત 2013માં થઈ હતી. આ પરીક્ષા દ્વારા દેશની તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં MBBS, BDS, આયુષ (BAMS, BHMS) અને નર્સિંગ જેવા કોર્સિસમાં પ્રવેશ મળે છે, જેમાં AIIMS અને JIPMER જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ સામેલ છે. દેશમાં લગભગ 1 લાખથી વધુ MBBS અને 27000થી વધુ BDS સીટો છે.
Click here to Read more

