દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ
3 weeks ago
UK Steel Tariff : વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માં એક અભૂતપૂર્વ દૃશ્ય જોવા મળ્યું છે, જ્યાં પરસ્પરના મતભેદો બાજુ પર મૂકીને ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા પ્રમુખ એશિયન દેશો બ્રિટન વિરુદ્ધ એક થયા છે. આ તમામ દેશોએ બ્રિટન દ્વારા સ્ટીલ આયાત પર ટૅરિફ વધારવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે.50% સુધી ટૅરિફ વધારવાનો બ્રિટનનો પ્રસ્તાવબ્રિટને પહેલી જુલાઈ 2026થી ટૅરિફ-મુક્ત (ડ્યુટી ફ્રી) સ્ટીલ આયાતના ક્વોટામાં ઘટાડો કરવાનો અને નિયત ક્વોટા કરતાં વધુ થતી આયાત પરના શુલ્કને વધારીને 50 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બ્રિટનના આ નવા સેફગાર્ડ નિયમો સામે WTOની ગુડ્સ કાઉન્સિલની બેઠકમાં જાપાન અને દક્ષિણ કોરિયાએ સત્તાવાર વાંધો ઉઠાવ્યો હતો, જેને ભારત, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ અને તુર્કી જેવા દેશોએ વ્યાપક સમર્થન આપ્યું છે.
Click here to Read more
