Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    શાઓમી 17 Max ફોન લોન્ચ, 8000mAh બેટરી સાથે પાવરફુલ 200MP કેમેરા

    2 weeks ago

    1

    0

    Xiaomi 17 Max Launch : શાઓમી 17 મેક્સ ફોન લોન્ચ થયો છે. તે ચાઇનીઝ મોબાઇલ કંપનીનો Xiaomi 17 સીરિઝનું પાંચમું મોડલ છે. લેટેસ્ટ શાઓમી 17 Max ફોનમાં ઓક્ટા કોર સ્નેપડ્રેગન 8 સીરિઝ ચિપસેટ, લાઇકા ટ્યૂન્ડ ટ્રિપલ રિયર કેમેરા સિસ્ટમ, 6.9 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે અને 8000mAh બેટરી જેવા ફીચર્સ આવે છે. ચાલો જાણીયે લેટેસ્ટ Xiaomi 17 Max ફોનની કિંમત અને તમામ ફીચર Xiaomi 17 Max સ્પેસિફિકેશન શાઓમી 17 Max સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સ્લોટ, 6.9 ઇંચની 1.5K (1,200×2,608 પિક્સલ) AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz સુધી રિફ્રેશ રેટ, 300Hz ટચ સેમ્પલિંગ રેટ, 3500 nits સુધી પીક બ્રાઇટનેસ, એચડીઆર વિવિડ, HDR10+ સપોર્ટ, ડોલ્બી વિઝન અને ડ્રેગન ક્રિસ્ટલ 3.0 પ્રોટેક્શન મળે છે. કંપનીનો દાવો છે કે, આ ફોન ડસ્ટ ફ્રી અને વોટરપ્રુફ છે, જેની માટે IP68 રેટિંગ મળ્યું છે. લેટેસ્ટ શાઓમી 17 Max સ્માર્ટફોનમાં Snapdragon 8 Elite Gen 5 ઓક્ટા કોર ચિપસેટ છે, જે 3nm પ્રોસેસર પર બન્યું છે. આ ચિપસેટ 4.6GHz ની પીક ક્લોક સ્પીડ ધરાવે છે. સિક્યોરિટી માટે 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે. કેમેરા સેટઅપની વાત કરીયે તો ફોનમાં Leica ટ્યૂન્ડ ટ્રિપલ રિયર કેમેરા યુનિટ છે, જેમા OIS સાથે 200 મેગાપિક્સલનું પ્રાયમરી કેમેરા સેન્સર છે. સાથે 3x ઓપ્ટિકલ ઝૂમ વાળું 50 મેગાપિક્સલ પેરિસ્કોપ ટેલીફોટો કેમેરા પણ છે, જેને 50MP ના અલ્ટ્રા વાઇડ કેમેરા સાથે જોડવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 32 એમપીનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. Xiaomi 17 Max ફોનને પાવર આપવા માટે 8000mAh બેટરી આપેલી છે, જે 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 22.5W વાયર્ડ રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે Wi-Fi 7, 5G, 4G LTE, બ્લૂટૂથ 5.4, NFC, USB ટાઇપ સી પોર્ટ, GPS, GLONASS, QZSS અને  NavIC સપોર્ટ કરે છે. આ પણ વાંચો | 5 કેમેરા સાથે બે ધાંસુ Oppo સ્માર્ટફોન લોન્ચ, મોટી સિલિકોન કાર્બન બેટરી અને પાવરફુલ પ્રોસેસર Xiaomi 17 Max કિંમત શાઓમી 17 મેક્સ સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી વેરિયન્ટની કિંમત 4799 ચાઇનીઝ યુઆન (લગભગ 68,000 રૂપિયા) છે. તો  16 જીબી રેમ અને 256 જીબી વેરિયન્ટની કિંમત 5099 યુઆન (લગભગ 72000 રૂપિયા), 12 GB + 512 GB વેરિયન્ટની કિંમત યુઆન (લગભગ 76000 રૂપિયા) છે. તો 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ ધરાવતા વરેરિયન્ટની કિંમત 5799 ચાઇનીઝ યુઆઇ (લગભગ 82000 રૂપિયા) છે.
    Click here to Read more
    Prev Article
    70% से ज्यादा चार्ज करने पर इस कार में आग का खतरा, घर के पास खड़ी भी ना करें; रिकॉल भी जारी
    Next Article
    Diesel Supply Updates- ડીઝલ અંગે સરકારે સારા સમાચાર આપ્યા, કહ્યું કે પેટ્રોલ પંપ પર ભીડ કરવાની જરૂર નથી.

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment