વૈભવ સૂર્યવંશી ટી 20માં 200 રન બનવવા માંગે છે, ક્રિસ ગેઇલના રેકોર્ડ વિશે કહીં આવી વાત
2 weeks ago
Vaibhav Sooryavanshi : ટી20 ક્રિકેટની દુનિયામાં સામાન્ય રીતે યુવા બેટ્સમેનનું સદી ફટકારવાનું સપનું હોય છે. જોકે માત્ર 15 વર્ષની ઉંમરે આઇપીએલમાં બે સદી ફટકારનારા વૈભવ સૂર્યવંશીએ મોટું નિવેદન આપ્યું છે. તેણે સદીની તો વાત જ જવા દો, ટી-20 ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાની વાત કરી છે. આઈપીએલ 2026 પહેલા બીસીસીઆઈના એવોર્ડ સમારોહમાં વૈભવે ગેલના 175 રનના રેકોર્ડને તોડવાની વાત કરી હતી. હવે વૈભવે કેવિન પીટરસન સાથે વાત કરતાં ટી-20માં 200 રન બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કેવિન પીટરસનના યુટ્યુબ એકાઉન્ટ પર એક શોર્ટ વીડિયોમાં કેપી સાથે વાત કરતા વૈભવે રસપ્રદ વાતો કરી હતી. વૈભવ સૂર્યવંશીએ આ દરમિયાન કહ્યું કે તે ગેલના 175 રનના રેકોર્ડને તોડવા માંગે છે, સાથે ટી-20 ક્રિકેટમાં 200 રન ફટકારવા માંગે છે. આ દરમિયાન તેણે એમ પણ કહ્યું હતું કે તેને અડધી સદીને વધારે એન્જોય કરતો નથી. વૈભવ અને પીટરસન વચ્ચે મજેદાર વાતચીત કેવિન પીટરસન વીડિયોમાં વૈભવ સૂર્યવંશીને પૂછ્યું છે કે શું તમે ફિફ્ટી ફટકારી એન્જોય કરો છો? તેના પર વૈભવ કહે છે કે ના વધારે નહીં. ત્યારબાદ કેપી પૂછે છે કે શું તમને પહેલા બેટિંગ કરવી ગમે છે કે પછી? વૈભવ કહે છે બન્ને, હું ટી-20માં 200 રન બનાવવા માંગુ છું. હા, હું તે રેકોર્ડ (ક્રિસ ગેલનો 175) તોડવા માંગુ છું પરંતુ પછી હું 200 રન બનાવવા માંગુ છું. આઈપીએલ 2026 પ્લેઓફ : રિઝર્વ ડે નથી, વરસાદ વિલન બનશે તો ક્વોલિફાયર અને એલિમિનેટરમાં પરિણામ કેવી રીતે આવશે? આઈપીએલ 2026માં વૈભવ સૂર્યવંશીનું શ્રેષ્ઠ પ્રદર્શન આઈપીએલ 2026માં વૈભવ સૂર્યવંશીએ 14 ઇનિંગ્સમાં 583 રન બનાવ્યા છે. તે ટી20 લીગમાં 500થી વધુ રન બનાવનારો સૌથી યુવા બેટ્સમેન છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 53 સિક્સર ફટકારી છે. આ એક સિઝનમાં કોઈ પણ ભારતીય દ્વારા સૌથી વધુ સિક્સર છે અને એક સિઝનમાં સૌથી વધુ 59 સિક્સર ટકારવાનો ગેલનો રેકોર્ડ તેના નિશાના પર છે. વૈભવનો સ્ટ્રાઇક રેટ પણ 232.27 છે અને આ એક સિઝનમાં કોઈ પણ બેટ્સમેનનો હાઈએસ્ટ સ્ટ્રાઇક રેટ છે.
Click here to Read more


