વૈભવે એકપણ સિક્સ માર્યા વગર 200ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી:ભારતે આઠમી વિકેટ ગુમાવી, અફઘાન બોલરે 5 વિકેટ ઝડપી; IND-Aનો સ્કોર 326/8
6 hours ago
ટ્રાઈ નેશન વન-ડે સિરીઝની બીજી મેચ ઈન્ડિયા-A અને અફઘાનિસ્તાન-A વચ્ચે રમાઈ રહી છે. દામ્બુલામાં અફઘાનિસ્તાન-A ટીમે ટૉસ જીતીને બોલિંગ લીધી છે. વરસાદના કારણે ઓવરોમાં કાપ મૂક્યો છે. હવે 49-49 ઓવરની મેચ રમાઈ રહી છે. ઈન્ડિયાનો સ્કોર 48 ઓવરમાં 336/8 છે. ટીમ તરફથી અનુકુલ રોય અને વિપરાજ નિગમ ક્રિઝ પર છે. ફરમાનુલ્લાહ સફીએ ઋતુરાજ ગાયકવાડ (66 રન) અને આયુષ બદોની (0)ને સતત બોલ પર આઉટ કર્યા. જોકે, તે હેટ્રિક પૂરી કરી શક્યો નહીં. પ્રભસિમરન સિંહ 84 રન બનાવીને આઉટ થયો. તેને ઇમરાન મીરે વિકેટકીપર મોહમ્મદ ઇશાકના હાથે કેચ આઉટ કરાવ્યો. પ્રિયાંશ આર્યા (8 રન) અને વૈભવ સૂર્યવંશીને (44 રન) અબ્દુલ્લા અહમદઝઈએ આઉટ કર્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, અરશદ ખાન, વિપરાજ નિગમ, અનુકૂલ રોય, અંશુલ કમ્બોજ. અફઘાનિસ્તાન-A: ઇમરાન મીર (કેપ્ટન), હસન ઇસાખિલ, ખાલિદ તનિવાલ, ઇજાઝ અહેમદ અહેમદઝઈ, બહીર શાહ, ઇશાક રહીમી (વિકેટકીપર), ખલીલ ગુરબાઝ, ઝહીર ખાન, અબ્દુલ્લાહ અહેમદઝઈ, મોહમ્મદ ઇબ્રાહિમ અને ફરમનુલ્લાહ સફી.
Click here to Read more

