Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ધુરંધર સ્પિન બોલરની નિવૃત્તિની ઘોષણા, 2019 વર્લ્ડ કપ વિજેતા ટીમમાં સામેલ હતો

    3 weeks ago

    1

    0

    Liam Dawson Retirement: ઇંગ્લેન્ડના ધુરંધર ક્રિકેટર અને સ્પિન બોલિંગ ઓલરાઉન્ટર લિયામ ડોસને સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. લિયામ ડોસનની ઘોષણાથી ક્રિકેટ પ્રેમીઓને મોટો આંચકો લાગ્યો છે. લિયામ ડોસને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માંથી નિવૃત્તિની ઘોષણા કરી છે. લોસનનું ક્રિકેટ કરિયર બહુ શાનદાર રહ્યા છે. તે ણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10,000થી વધુ રન ફટકાર્યા છે અને તેના નામે 380 વિકેટ છે. 10 વર્ષમાં માત્ર 4 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમી લિયામ ડોસન ઘરેલુ ઇંગ્લિશ ક્રિકેટના મહાન ખેલાડીઓમાંનો એક છે. તેમણે 218 ફર્સ્ટ ક્લાસ મેચમાં 18 સદી અને 56 અડધી સદી સાથે 10828 રન બનાવ્યા હતા. બોલિંગ કરતી વખતે ડોસને 218 મેચમાં 380 વિકેટ પણ ઝડપી હતી. ઇંગ્લેન્ડ માટે 2019 વર્લ્ડ કપની ટીમનો ભાગ રહેલા અને ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય સુધી છાપ છોડી ચૂકેલા ડેશિંગ ઓલરાઉન્ડરે નિવૃત્તિની જાહેરાત કરી છે.  વર્ષ 2016-17માં ભારત સામે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ડેબ્યૂ કરનારા લિયામ ડોસન ઈંગ્લેન્ડ તરફથી માત્ર ચાર ટેસ્ટ મેચ રમ્યો છે. ઇંગ્લેન્ડ માટે 4 મેચમાં તેણે 8 વિકેટ ઝડપી હતી. તેમણે અડધી સદી સહિત 110 રન બનાવ્યા હતા. તાજેતરમાં ભારત સામેની શ્રેણીમાં તેમને ઈંગ્લેન્ડ તરફથી મેચ રમવાની તક મળી હતી. જે પછી તે ફરી એશિઝમાંથી બહાર થઈ ગયા હતા. View this post on Instagram 2019 વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી લિયામ ડોસન ઇંગ્લેન્ડ માટે 9 વનડે અને 32 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી ચૂક્યો છે. તેમણે ટી20 ઇન્ટરનેશનલમાં 32 અને વન-ડેમાં 9 વિકેટ ઝડપી છે. તે વ્હાઇટ બોલ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. 2019માં વન-ડે વર્લ્ડ કપ વિજેતા ઇંગ્લેન્ડની ટીમમાં લિયામ ડોસન સામેલ હતા. તેમને ટીમમાં બેકઅપ સ્પિનર તરીકે રાખવામાં આવ્યા હતા. આ પણ વાંચો | IPL 2026 બાદ આ 5 ટીમ બદલી શકે છે કેપ્ટન, એક ખેલાડી સીઝનની અધવચ્ચેથી બહાર થવાની અટકળ લિયામ ડોસને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા કહ્યું કે, મેં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મારા માટે આ નિર્ણય લેવો સરળ નહોતો પરંતુ વ્હાઇટ બોલ ક્રિકેટમાં મારી કારકિર્દીને આગળ ધપાવવાનો આ યોગ્ય સમય છે. મને ગર્વ છે કે મેં હેમ્પશાયર માટે 200થી વધુ મેચ રમી છે. હવે હું આ ટીમ માટે વ્હાઇટ બોલ ક્રિકેટ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. હેમ્પશાયર હંમેશા મારું ઘર રહેશે. બધા ચાહકો અને સાથીદારોનો પણ આભાર. ”
    Click here to Read more
    Prev Article
    પ્લેઓફની રેસમાં RCB નંબર-1, ગુજરાત ટાઇટન્સ પણ મજબૂત; જાણો બાકીની ટીમોનું ગણિત
    Next Article
    IPL 2026 બાદ આ 5 ટીમ બદલી શકે છે કેપ્ટન, એક ખેલાડી સીઝનની અધવચ્ચેથી બહાર થવાની અટકળ

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment