Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IPL 2026 બાદ આ 5 ટીમ બદલી શકે છે કેપ્ટન, એક ખેલાડી સીઝનની અધવચ્ચેથી બહાર થવાની અટકળ

    3 weeks ago

    1

    0

    IPL 2026 Team Captains: આઈપીએલ 2026માં ઘણા ભારતીય કેપ્ટનનું પ્રદર્શન નિરાશાજનક જોવા મળ્યું છે. આ જ કારણ છે કે તેમની ટીમો પણ આ સિઝનમાં સારો દેખાવ કરી શકી નથી. તેમાંથી બે તો 56 મેચ સુધી બહાર રહ્યા છે. જ્યારે કોઈ આઉટ થવાના આરે છે. સાથે જ એવા બે ખેલાડીઓ પણ છે જેમની કેપ્ટન્સી અને પર્સનલ પર્ફોમન્સ સમગ્ર સિઝન દરમિયાન ખાસ રહ્યો નથી. અહીં એવા પાંચ કેપ્ટન છે જે આઈપીએલ 19 પછી કેપ્ટનશીપ ગુમાવી શકે છે. આ યાદીમાં એક કેપ્ટન પણ છે, જેના વિશે સિઝનની મધ્યમાં જ ઘણા સમાચાર આવવા લાગ્યા છે. એવી અફવાઓ પણ છે કે તે અન્ય ફ્રેન્ચાઇઝીઓ સાથે સંપર્કમાં છે. આવા ઘણા અહેવાલો આવી રહ્યા છે અને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. આગામી આઈપીએલ સિઝનથી કેપ્ટન તરીકે રિલીઝ થઈ શકે તેવા પાંચ કેપ્ટન પર એક નજર અહીં છે. 1. ઋષભ પંત (LSG) આઈપીએલ 2025માં 14 માંથી 8 મેચ હારીને લખનઉ ટીમ સાતમા સ્થાને હતી અને 2026માં તે 11 મેચમાંથી આઠ મેચ હારીને સૌથી છેલ્લા સ્થાને છે. આ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર છે. આવી સ્થિતિમાં સતત બે સિઝનમાં ટીમના કંગાળ દેખાવ બાદ હવે 2027ની સિઝન અગાઉ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમમાં ઘણા ફેરફારો થઈ શકે તેવી પૂરી સંભાવના છે. સૌથી પહેલો પ્રહાર ટીમના કેપ્ટન રિષભ પંત પર પડી શકે છે અને IPL 2027ની હરાજીમાં ટીમ મોટી ખરીદી કરી શકે છે. 2. અક્ષર પટેલ (DC) અક્ષર પટેલની કેપ્ટન્સી હેઠળની દિલ્હી કેપિટલ્સની ટીમ 2025માં પણ પ્લે ઓફમાં પ્રવેશી શકી નહતી. ત્યારબાદ ટીમ 2026માં પણ પ્લે ઓફમાં પ્રવેશે તેવી શક્યતા નહીવત્ત છે. ભારતીય ઓલરાઉન્ડર કેપ્ટન બન્યા બાદ તેના પોતાના પર્ફોમન્સનો ગ્રાફ પણ નીચે પડી ગયો છે. આ જ કારણ છે કે દિલ્હીની ટીમ હવે આઇપીએલ 2027 પહેલા નવા કોમ્બિનેશન અને નવા કેપ્ટન તરફ વળી શકે છે. 3. હાર્દિક પંડ્યા (MI) આઈપીએલ 2026 સિઝનમાં પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો દેખાવ ખૂબ જ શરમજનક રહ્યો છે. એક થી ચઢિયાતા એક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, ટીમની અંદરના વિખવાદ, ફોલો-અનફોલો વિવાદને કારણે આ ફ્રેન્ચાઈઝી પ્રશ્નાર્થ હેઠળ છે. હાર્દિકે અન્ય ટીમો સાથે પણ સંપર્ક સાધ્યો છે અને તે આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિય્સ છોડી શકે છે તેવી વાતો પણ ચાલી રહી છે. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ હવે 2027માં હાર્દિક સિવાય અન્ય કોઈને કેપ્ટન બનાવી શકે તેવી શક્યતા છે. 4. અજિંક્ય રહાણે (KKR) આઈપીએલ 2025માં 14 માંથી 7 મેચ હારી ગયેલી કેકેઆરનું ચાલુ સિઝનમાં પણ શરુઆતમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. જે પછી ટીમે સતત ચાર મેચ જીતી હતી અને તે પ્લે ઓફની રેસમાં નિશ્ચિતપણે છે, પણ શક્યતાઓ ખુબ જ ઓછી છે કારણ કે તેમણે હવે તમામ મેચો જીતવી પડશે. તેનો અર્થ એ છે કે 2024 ચેમ્પિયન ટીમ બીજી નિરાશાજનક સીઝન સાથે સમાપ્ત થઈ શકે છે. આ ટીમ પાસે કેમેરોન ગ્રીન, ફિન એલન, ટિમ સેઈફર્ટ, રોવમેન પોવેલ જેવા સૌથી મોંઘા ખેલાડીઓ હતા પણ હજુ પણ તેઓ ખાસ કશું કરી શક્યા નહતા. આવી સ્થિતિમાં કેકેઆર હવે 2027ની સિઝન પહેલા નવા કેપ્ટન અને નવા કોમ્બિનેશન પર નજર રાખી શકે છે. આ પણ વાંચો | પ્રિયાંશ આર્યા 6 સિક્સર ફટકારી બનાવ્યો ખાસ રેકોર્ડ; વૈભવ સૂર્યવંશીની ક્લબમાં સામેલ 5. ઋતુરાજ ગાયકવાડ (CSK) આઇપીએલ-2025માં ચેન્નાઈ સુપર કિંગ્સનો દેખાવ અત્યંત શરમજનક રહ્યો હતો અને ટીમ 14માંથી 10 મેચ હારીને છેલ્લા ક્રમે રહી હતી. હવે આ સિઝનમાં પણ ટીમની શરુઆત સારી રહી નહતી અને તે હજુ પ્લે ઓફમાં પ્રવેશવા માટે સખત મહેનત કરી રહી છે. કેપ્ટન્સીના દબાણને કારણે બેટ્સમેન તરીકે રુતુરાજનો ગ્રાફ પણ ઘટી ગયો છે. આવી સ્થિતિમાં સંજુ સેમસન જેવા અનુભવી ખેલાડી અને કેપ્ટન સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ આગામી સિઝનમાં તેના નેતૃત્વમાં મોટો ફેરફાર કરી શકે છે.
    Click here to Read more
    Prev Article
    ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ધુરંધર સ્પિન બોલરની નિવૃત્તિની ઘોષણા, 2019 વર્લ્ડ કપ વિજેતા ટીમમાં સામેલ હતો
    Next Article
    IPL: પ્રિયાંશ આર્યા 6 સિક્સર ફટકારી બનાવ્યો ખાસ રેકોર્ડ; વૈભવ સૂર્યવંશીની ક્લબમાં સામેલ

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment