7000 કિમી સ્પીડ, 600 કિમી રેન્જ... ભારતની ‘રુદ્રમ-3’ મિસાઈલનું ઈન્ટિગ્રેટ પરીક્ષણ સફળ, જાણો ખાસિયત
2 weeks ago
Rudram-3 Missile Test : ભારતની સંરક્ષણ ક્ષમતાને નવી ઊંચાઈ આપવા DRDO દ્વારા વિકસિત સ્વદેશી હાઈપરસોનિક મિસાઈલ 'રુદ્રમ-3' ને વાયુસેનાના અત્યાધુનિક લડાયક વિમાન સુખોઈ (Sukhoi Su-30MKI) સાથે ઈન્ટિગ્રેટ કરવાના પરીક્ષણમાં મહત્વની સફળતા મળી છે. આ મિસાઈલના જોડાણથી વાયુસેનાની 'સપ્રેશન ઓફ એનિમિ એર ડિફેન્સ' (SEAD) એટલે કે એન્ટી એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવાની વ્યુહરચના વધુ મજબૂત બનશે.આ પડકારજનક પ્રોજેક્ટ માટે વિમાનના માળખા અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરાયા હતા. તાજેતરના પરીક્ષણમાં સફળ ફાયરિંગ દ્વારા સુખોઈ વિમાન આ ભારે હથિયાર વહન કરવા સક્ષમ હોવાનું સાબિત થયું છે. આ પ્રોજેક્ટ વાયુસેનાના 'સુપર સુખોઈ અપગ્રેડ પ્રોગ્રામ' નો ભાગ છે, જેનાથી ફાઈટર જેટ ન્યૂ જનરેશન રડાર અને આધુનિક સેન્સર્સથી સજ્જ બનશે.
Click here to Read more
