ઈન્ડિયા-Aએ આજે કોઈપણ ભોગે જીતવું જ પડશે:કેપ્ટન તિલક વર્મા પછી ઋતુરાજ પણ આઉટ થયો; IND-Aનો સ્કોર 111/4
6 hours ago
વનડે ટ્રાય સિરીઝની ચોથી મેચ ઈન્ડિયા-A અને શ્રીલંકા-A વચ્ચે દાંબુલામાં રમાઈ રહી છે. રંગિરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા-A ટીમે ટૉસ જીતીને બોલિંગ લીધી. ટીમ ઈન્ડિયાનો સ્કોર 20 ઓવરમાં 112/4 છે. ટીમ તરફથી આયુષ બદોની અને નિશાંત સિંધુ ક્રિઝ પર છે. તિલક વર્મા 23 રન બનાવીને આઉટ થયો. તેને કુગદાસ મથુલને વિકેટકીપર સદીરા સમરવિક્રમાના હાથે કેચ આઉટ કરાવ્યો. અહીં ફિફ્ટી પાર્ટનરશિપ બ્રેક થઈ. આ પહેલા પ્રભસિમરન સિંહ 11 રન અને વૈભવ સૂર્યવંશી 21 રન બનાવીને આઉટ થયા. વૈભવને શ્રીલંકન કેપ્ટન સહાન અરાચિગેએ વાનુજા સહનના હાથે કેચ આઉટ કરાવ્યો. વૈભવ ટ્રાઈ-સિરીઝમાં ફિફ્ટી ફટકારી નથી શક્યો વૈભવ આ ટ્રાઈ-સિરીઝમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી. તેણે શ્રીલંકા-A સામેની છેલ્લી મેચમાં 14 રન અને અફઘાનિસ્તાન સામે 22 બોલમાં 44 રન બનાવ્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, નિશાંત સિંધુ, અનુકુલ રોય, અરશદ ખાન, વિપરાજ નિગમ અને યશ ઠાકુર. શ્રીલંકા-A: નિરોશન ડિકવેલા (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, વિશેન હલામ્બેગે, સદીરા સમરવિક્રમા (વિકેટકીપર), અહાન વિક્રમસિંગે, સહાન અરાચિગે (કેપ્ટન), વાનુજા સહન, વિજયકાંત વિયાસકાંત, કુગદાસ મથુલન, ચમિકા કરુણારત્ને અને મોહમ્મદ શિરાજ.
Click here to Read more

