ભારતે અફઘાનિસ્તાનને ફોલોઓન આપ્યું:બીજી ઇનિંગમાં AFGની પહેલી વિકેટ પડી; સિરાજે અબ્દુલ મલિકને પેવેલિયન ભેગો કર્યો
5 hours ago
ટીમ ઈન્ડિયાએ ન્યૂ ચંદીગઢ ટેસ્ટમાં અફઘાનિસ્તાનને ફોલોઓન રમવા માટે મજબૂર કરી દીધું છે. બીજી ઇનિંગ્સમાં અફઘાન ટીમનો સ્કોર 42/1 છે. ટીમ તરફથી સેદીકુલ્લાહ અટલ ક્રિઝ પર છે. મોહમ્મદ સિરાજે અબ્દુલ મલિકને LBW આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી છે. મેચના ત્રીજા દિવસે સોમવારે અફઘાનિસ્તાને 113/5ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને ટીમ 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાને પહેલી ઇનિંગ્સમાં 412 રનની લીડ મળી હતી. રહેમત શાહે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. ઈન્ડિયન ટીમ તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા માનવ સુથારે 6 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાને 3 વિકેટ મળી હતી. ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગ્સ 564/8ના સ્કોર પર ડિક્લેર કરી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અબ્દુલ મલિક, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેલિયા ખરોટે, ઝિયાઉર રહેમાન શરીફી અને મોહમ્મદ સલીમ સફી.
Click here to Read more

