Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    CBSE Board Exam 2026: 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર, જાણો ક્યાંથી અને કેવી રીતે મેળવશો?

    4 months ago

    1

    0

    સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE દ્વારા વર્ષ 2026ની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ (પરીક્ષાની હોલ ટિકિટ) સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. આગામી 17 ફેબ્રુઆરી 2026 થી શરૂ થનારી આ પરીક્ષાઓ માટે બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.રેગ્યુલર વિદ્યાર્થીઓ ક્યાંથી મેળવશે એડમિટ કાર્ડ? બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર, જે વિદ્યાર્થીઓ રેગ્યુલર કેટેગરીમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓએ એડમિટ કાર્ડ જાતે ડાઉનલોડ કરવાના રહેશે નહીં. શાળાઓએ તેમના ઓફિશિયલ 'પરીક્ષા સંગમ' પોર્ટલ પર લોગઈન કરીને તમામ વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાના રહેશે. ત્યારબાદ શાળાના આચાર્યના સહી-સિક્કા સાથે આ કાર્ડ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે. પ્રાઇવેટ ઉમેદવારો માટે પ્રક્રિયા પ્રાઇવેટ ઉમેદવારો (Private Candidates) CBSEની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનો એપ્લિકેશન નંબર અથવા જૂનો રોલ નંબર નાખીને સીધું જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. તેમને સલાહ આપવામાં આવે છે કે, ડાઉનલોડ કર્યા બાદ નામ, વિષય કોડ અને સેન્ટરની વિગતો ખાસ તપાસી લેવી. પરીક્ષાનો કાર્યક્રમ ધોરણ 10 : 17 ફેબ્રુઆરીથી 11 માર્ચ 2026 સુધી ધોરણ 12 : 17 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ 2026 સુધી વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ પર આપેલા રિપોર્ટિંગ સમય મુજબ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. એડમિટ કાર્ડ વિના પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં, તેથી તેની પ્રિન્ટેડ કોપી અચુક સાથે રાખવી. આ પણ વાંચો - GSSSB Recruitment 2026: ગુજરાતના યુવાનો માટે મોટા સમાચાર: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5370 જગ્યાઓ પર બમ્પર ભરતી જાહેર!
    Click here to Read more
    Prev Article
    UPSC New Rule: IAS અને IPS માટેના નિયમોમાં ધરખમ ફેરફાર, ફરી પરીક્ષા આપનારાઓ માટે નિયમો કડક!
    Next Article
    JEE Main 2026 : એપ્રિલ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો? શું કરવું અને શું ન કરવું? જાણો

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment