Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    UPSC New Rule: IAS અને IPS માટેના નિયમોમાં ધરખમ ફેરફાર, ફરી પરીક્ષા આપનારાઓ માટે નિયમો કડક!

    4 months ago

    1

    0

    સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા 2026 માટેની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે આયોગે માત્ર ખાલી જગ્યાઓની વિગત જ નહીં, પરંતુ પાત્રતા અને એટેમ્પ્ટ (પ્રયાસો) ને લઈને અત્યંત કડક અને નવા નિયમો પણ જાહેર કર્યા છે. ખાસ કરીને જે ઉમેદવારો અગાઉ પસંદગી પામી ચૂક્યા છે અથવા સેવામાં કાર્યરત છે, તેમના માટે હવે ફરી પરીક્ષા આપવી પડકારજનક બનશે.IAS અને IFS અધિકારીઓ પર પ્રતિબંધનવા નિયમો અનુસાર, જે ઉમેદવારો અગાઉની પરીક્ષાઓના આધારે ભારતીય વહીવટી સેવા (IAS) અથવા ભારતીય વિદેશ સેવા (IFS) માં નિમણૂક પામ્યા છે અને હાલ સેવામાં છે, તેઓ UPSC 2026 ની પરીક્ષામાં બેસી શકશે નહીં. જો કોઈ ઉમેદવાર પ્રિલિમ્સ પાસ કર્યા પછી પણ જો આ સેવામાં જોડાય છે, તો તેને મુખ્ય પરીક્ષા (Mains) આપવા દેવામાં આવશે નહીં.IPS માટે 'નો રિપીટ' પોલિસી ભારતીય પોલીસ સેવા (IPS) ના ઉમેદવારો માટે પણ નિયમો સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જેઓ પહેલેથી જ IPS તરીકે ફરજ બજાવે છે, તેમને નવી પરીક્ષાના આધારે ફરીથી IPS કેડર ફાળવવામાં આવશે નહીં. એટલે કે, તેઓ રેન્ક સુધારીને અન્ય સેવામાં જઈ શકે છે, પરંતુ ફરીથી પોલીસ સેવાનો વિકલ્પ પસંદ કરી શકશે નહીં. રાજીનામું અને ટ્રેનિંગના નિયમો વર્ષ 2025 કે તે પહેલા પસંદ થયેલા ઉમેદવારોને એક વિશેષ તક આપવામાં આવી છે કે, તેઓ રાજીનામું આપ્યા વિના 2026 કે 2027 ની પરીક્ષા આપી શકશે, પરંતુ 2028 થી પરીક્ષા આપવા માટે સેવામાંથી રાજીનામું આપવું ફરજિયાત રહેશે. આ સાથે જ, જે ઉમેદવારો ટ્રેનિંગ દરમિયાન ફરી પરીક્ષા આપવા માંગતા હોય તેમણે સંબંધિત વિભાગ પાસેથી મંજૂરી લેવી પડશે. કુલ 933 જગ્યા માટે યોજાનારી આ પરીક્ષા માટે ઉમેદવારો 24 ફેબ્રુઆરી સુધી સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકશે. આ પણ વાંચો - Career guidance: તમે UPSC-EPF પરીક્ષા આપી? હવે આગળ શું?
    Click here to Read more
    Prev Article
    UGC NET 2025 રિઝલ્ટ થયું જાહેર: જાણો આ પરીક્ષા પાસ કર્યા બાદ કરિયરના કયા-કયા દ્વાર ખુલે છે?
    Next Article
    CBSE Board Exam 2026: 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર, જાણો ક્યાંથી અને કેવી રીતે મેળવશો?

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment