Digital Detox Effect: માત્ર 1 મહિનો સ્માર્ટફોનનો ઉપયોગ ઘટાડશો તો શરીરમાં જોવા મળશે અદ્ભૂત ફેરફાર
4 hours from now
આજની આધુનિક દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતી હોય. સવારે આંખ ખૂલે ત્યારથી લઈને રાત્રે સૂતી વખત સુધી આપણો મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન સામે જ પસાર થાય છે. સોશિયલ મીડિયાની રીલ્સ, વીડિયોઝ, ઓનલાઈન ગેમ્સ અને સતત આવતી નોટિફિકેશન્સ આપણને કલાકો સુધી ફોન સાથે જકડી રાખે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્માર્ટફોનનો વપરાશ ઘટાડવાથી તમારા શરીર અને મગજ પર શું અસર થશે? તાજેતરમાં ઘણા લોકોએ 1 મહિના સુધી સ્માર્ટફોનનો ઉપયોગ ઘટાડી દીધો. એટલે કે તેઓ ફકત 2 કલાક જ ઉપયોગ કરતા. ખાસ કરીને ફક્ત વાતચીત કરવા જ તેમણે ફોનનો ઉપયોગ કર્યો અને સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાનું બંધ કર્યું. જેની તેમના શરીર પર અદભૂત અસર જોવા મળી.સ્માર્ટફોન ઉપયોગ ઘટાડવાથી શરીરમાં દેખાશે આ ફેરફારધ્યાન કેન્દ્રીત બનશો: મોબાઈલના સતત ઉપયોગથી આપણું મગજ બિનજરૂરી માહિતી અને નોટિફિકેશનથી ઉભરાતું રહે છે. આના કારણે કોઈ એક કામ પર લાંબો સમય ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની જાય છે. જે લોકો એક મહિના સુધી સ્માર્ટફોનથી દૂર રહ્યા, તેમણે અનુભવ્યું કે તેમનું ધ્યાન આપવાની ક્ષમતા (Focus) અદભુત રીતે વધી ગઈ અને મન પહેલા કરતાં વધુ શાંત અને સક્રિય બન્યું.ગાઢ ઊંઘ આવશે: મોટાભાગના લોકોને રાત્રે મોડે સુધી પથારીમાં પડ્યા પડ્યા ફોન સ્ક્રોલ કરવાની આદત હોય છે. સ્ક્રીનમાંથી નીકળતી લાઈટ આંખો અને મગજને આરામ કરવા દેતી નથી. સ્માર્ટફોનથી એક મહિનો દૂરી બનાવ્યા બાદ લોકોની ઊંઘની ગુણવત્તામાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો. તેઓ રાત્રે વહેલા સુઈ શક્યા અને સવારે એકદમ ફ્રેશ અને ઉર્જાવાન બનીને જાગ્યા. હેલ્થ એક્સપર્ટ્સ પણ માને છે કે સ્ક્રીન ટાઈમ ઘટાડવાથી ઇન્સોમ્નિયા (અનિદ્રા) ની સમસ્યા દૂર થાય છે.સંબંધો મજબૂત થશે : હાથમાંથી ફોન છૂટતા જ લોકો પોતાની આસપાસના વાતાવરણ અને પ્રકૃતિ પ્રત્યે વધુ સચેત બન્યા. ડિજિટલ બ્રેક લેનારા લોકોએ જણાવ્યું કે તેમણે સોશિયલ મીડિયા પર ચેટિંગ કરવાને બદલે પરિવાર અને મિત્રો સાથે સામસામે બેસીને ક્વોલિટી ટાઈમ વિતાવ્યો. વર્ચ્યુઅલ દુનિયામાંથી બહાર આવીને કેટલાક લોકોએ નવા મિત્રો બનાવ્યા. ખાલી સમયમાં રીલ્સ જોવાની જગ્યાએ પુસ્તકો વાંચવા, વોકિંગ કરવા જવું અથવા પોતાના મગમતા શોખ (Hobbies) પાછળ સમય વિતાવવાનું સરળ બન્યું, જેનાથી માનસિક સંતોષ વધ્યો.ખાલી સમયમાં ફોન જોવામાંથી મુક્તિથી મોટો ફાયદોઆપણી સૌથી ખરાબ આદત એ છે કે જ્યારે પણ આપણને ૨ મિનિટનો ખાલી સમય મળે, આપણો હાથ તરત ખિસ્સામાંથી ફોન બહાર કાઢી લે છે. બસની રાહ જોતી વખતે, લાઈનમાં ઉભા હોઈએ કે એકલા બેઠા હોઈએ – આપણને સ્ક્રીન જોઈએ જ છે. એક મહિનાના આ પ્રયોગથી લોકોની આ આદત ધીમે-ધીમે તૂટી ગઈ. તેઓ ફોન વિના પણ ખાલી સમયમાં સહજ રહેતા શીખ્યા, જેનાથી તેમના મગજને સાચો આરામ મળ્યો અને તેઓ પોતાના વિચારો સાથે જોડાઈ શક્યા.નિષ્ણાતનો અભિપ્રાય, સ્માર્ટ ફોન છોડો તંદુરસ્ત રહોસ્માર્ટફોનનો ઉપયોગ ઓછો કરવાથી શારીરિકથી લઈને માનસિક મોટા બદલાવ જોવા મળે છે. નિષ્ણાતોના મતે, આજના સમયમાં દરેક વ્યક્તિ માટે આખો મહિનો સ્માર્ટફોન વગર રહેવું કદાચ શક્ય કે જરૂરી નથી. પરંતુ બિનજરૂરી સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ ટાળવું, સ્ક્રીન ટાઈમ ઓછો કરવો અને દિવસમાં થોડા કલાકો ફોનને પોતાનાથી દૂર રાખવો (Phone-Free Hours) પણ સ્વાસ્થ્ય માટે એટલો જ ફાયદાકારક છે. ટેકનોલોજીનો સંતુલિત ઉપયોગ જ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લાંબા સમય સુધી તંદુરસ્ત રાખી શકે છે.
Click here to Read more

