Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    HDFC બેંકમાં ગંભીર ગેરરીતિ, નિયમ વિરુદ્ધ સરકારી એજન્સીને ₹ 45 કરોડ ચૂકવ્યા, Express Investigation રિપોર્ટમાં ખુલાસો

    2 weeks ago

    1

    0

    HDFC Bank MSRDC Case : એચડીએફસી બેંકમાં ગંભીર ગેરરીતિ સામે આવી છે. આ વર્ષે માર્ચમાં HDFC બેંક ના પૂર્વ અધ્યક્ષ અતુલ ચક્રવર્તીએ અચાનક રાજીનામું આપ્યું હતું. તે સમયે જારી કરાયેલા એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે બેંકમાં કેટલીક ઘટનાઓ અને પ્રથાઓ ચાલી રહી છે, જે તેમના અંગત મૂલ્યો સાથે મેળ ખાતી નથી. આ મોટા ઘટનાક્રમ બાદ એચડીએફસી બેંકે સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ પ્રકારની ગવર્નન્સને લગતી કોઈ સમસ્યા નથી. આ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ સ્પષ્ટતા કરી હતી કે રેકોર્ડ્સમાં કોઈ પણ પ્રકારની ગંભીર ચિંતા નથી. હવે ઈન્ડિયન એક્સપ્રેસની ઇન્વેસ્ટિગેશનમાં ઘટસ્ફોટ થયો છે કે, જે સમયે આ બધું થઇ રહ્યું હતું, તે દરમિયાન બેંક આંતરિક તપાસમાં વ્યસ્ત હતી. 12 માર્ચે એચડીએફસી બેંકની ઓડિટ કમિટીએ ઇન્ટરનલ વિજેલન્સ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું. સીક્રેટ ડિલ ક્યારે થઇ? શું છે સમગ્ર મામલો? હકીકતમાં, મહારાષ્ટ્ર સરકારની એજન્સી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) ને 45 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. સવાલ એ હતો કે આ રકમ શા માટે આપવામાં આવી, કયા નિયમ હેઠળ ટ્રાન્સફર કરવામાં આવ્યા અને એવી કઇ મજબૂરી હતી કે એચડીએફસી બેંકે આ ખર્ચને માર્કેટિંગ ખર્ચ તરીકે દેખાડ્યો. તમારી જાણકારી માટે તમને જણાવી દઇયે કે, MSRDC મહારાષ્ટ્ર સરકારની એક મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી છે જે રોડ રસ્તા, એક્સપ્રેસ વે અને મોટા સરકારી પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. એજન્સી દ્વારા જંગી રકમની લેવડદેવડ થતી રહે છે. આવી સરકારી એજન્સીઓ બેંકોમાં તેમના પૈસા જમા કરાવે છે, બેંકોને પણ તેનો લાભ મળે છે, કારણ કે હજારો કરોડ રૂપિયા જમા થાય છે. આ કેસ વર્ષ 2021માં શરૂ થયો હતો જ્યારે એચડીએફસી બેંકે MSRDC ને કહ્યું હતું કે તે તેના પૈસા બેંકમાં જમા કરાવી શકે છે. તે સમયે એચડીએફસી બેંક સામાન્ય બચત ખાતા પર લગભગ 3.5 ટકા વ્યાજ ચૂકવતી હતી. પરંતુ ઈન્ડિયન એક્સપ્રેસની તપાસમાં જાણવા મળ્યું છે કે MSRDC) એ અનૌપચારિક રીતે કહ્યું હતું કે અન્ય સંસ્થાઓ તેમને 6 ટકા કે તેથી વધુ વ્યાજ ચૂકવે છે. મહારાષ્ટ્ર સ્થિત આ એજન્સીએ એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે જો એચડીએફસી બેંક વધુ વ્યાજ આપશે તો જ તે હજારો કરોડ રૂપિયા બેંકમાં જમા કરાવશે. આ પછી HDFC બેંક અને MSRDC વચ્ચે એક કથિત મૌખિક ડિલ થઇ, જેમા 6.01 ટકા વળતરનું વચન આપવામાં આવ્યું હતું. મોટી વાત એ હતી કે કોઈ લેખિત મંજૂરી ન હતી, પરંતુ એવું કહેવામાં આવ્યું હતું કે વરિષ્ઠ અધિકારીઓને તેની જાણકારી હતી અને તેમની સંમતિ પણ હતી. હવે સમજવાની બાબત એ છે કે કોઈ પણ બેંક સામાન્ય નિયમોનું પાલન કરતી એજન્સીને આટલું વ્યાજ ચૂકવી શકતી નથી. આ કારણોસર એચડીએફસી બેંકે 4.25 ટકા પર વિશેષ વ્યાજદર લાગુ કર્યો હતો. ઈન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું કે થોડા સમય પછી આ સ્પેશિયલ રેટને પણ બંધ કરવો પડ્યો કારણ કે મહારાષ્ટ્ર એજન્સીએ બેંકમાં અપેક્ષા મુજબ પૈસા જમા કરાવ્યા ન હતા. અહીં એક મહત્વનો મુદ્દો આવે છે. એચડીએફસી બેંકે MSRDC પાસેથી 6.01 ટકા વ્યાજ ચૂકવવાનું વચન આપ્યું હતું, પરંતુ નિયમો તેને મંજૂરી આપતા નથી. આવી સ્થિતિમાં 2.51 ટકાનો તફાવત હતો, જેને ટેકનિકલ ભાષામાં "ડિફરન્શિયલ ઇન્ટરેસ્ટ" કહેવામાં આવે છે. એવો આરોપ છે કે, એચડીએફસી બેંકે આ વધારાના વ્યાજને પોતાના રેકોર્ડમાં વ્યાજ તરીકે દર્શાવ્યો ન હતો પરંતુ તેને માર્કેટિંગ ખર્ચ તરીકે ઉલ્લેખ કર્યો હતો. ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે બેંકે માર્ગ સલામતી જાગૃતિ અભિયાનના નામે પસંદગીના વેન્ડર્સ દ્વારા ચુકવણી કરવામાં આવી હતી. HDFC બેંકે શું Game કરી? એવું જાણવા મળ્યું હતું કે ચુકવણી બેંકના માર્કેટિંગ વિભાગ તરફથી કરવામાં આવી હતી અને તેમાં CSR ટીમનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તો બીજી બાજુ ચાર સ્થાનિક વેન્ડર્સ દ્વારા ઇન્વોઇસેસ જનરેટ કરવામાં આવ્યા હતા. અહીં પણ કથિત ગેરરીતિ સામે આવી હતી. જેમા એક જ ફોટાનો ઉપયોગ ત્રણ જુદા જુદા ઇન્વોઇસસમાં કરવામાં આવ્યો હતો અને આ ઇન્વોઇસેસની કુલ રકમ આશરે 9 કરોડ રૂપિયા હતી. ઈન્ડિયન એક્સપ્રેસની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, કથિત સોદા દરમિયાન ચકાસણી યોગ્ય રીતે કરવામાં આવી ન હતી. ઓડિટ રિપોર્ટમાં તે સ્પષ્ટ થયું નથી કે માર્ગ સલામતી અંગેની કોઈ ઝુંબેશ ખરેખર કરવામાં આવી હતી કે નહીં. આના સમર્થનમાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. આવું હોવા છતાં, નાણાકીય વર્ષ 2023-24 અને નાણાકીય વર્ષ 2024-25 માટે રૂ. 39.7 કરોડનું યોગદાન એચડીએફસી બેંકના રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું હતું. આ વિવાદ મામલે બેંકના ચીફ માર્કેટિંગ ઓફિસર રવિ સંથાનમે તપાસમાં કબૂલાત કરી હતી કે, માર્કેટિંગ વિભાગે સમગ્ર માળખામાં ભૂમિકા ભજવી હતી. બેંકના માર્કેટિંગ વિભાગે એમ પણ કહ્યું હતું કે બિઝનેસ ટીમે ડીલ તૈયાર કરી હતી, બેંકના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટે વધારાનું બજેટ આપ્યું હતું અને પેમેન્ટની પ્રક્રિયા માર્કેટિંગ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. તપાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે માર્કેટિંગ ખર્ચ તરીકે બતાવવામાં આવેલી રકમનો ઉપયોગ હકીકતમાં ડિફરેન્શિયલ ઇન્ટરેસ્ટ ને છુપાવવા માટે કરવામાં આવ્યો હતો. આ ગેરરીતિ માટે જવાબદાર કોણ? એચડીએફસી બેંકના સીઈઓ શશીધર જગદીશન વિરુદ્ધ પણ તપાસમાં કેટલાક આરોપો લગાવવામાં આવ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્ર એજન્સી સાથે મોટા પાયે વાટાઘાટો ચાલી રહી હતી, જેમા શશિધર જગદીસન સામેલ હતા. તેવી જ રીતે બેંકના CFO શ્રીનિવાસન વૈદ્યનાથન પર પણ આરોપ છે કે તેઓ વિવિધ વાટાઘાટોનો હિસ્સો હતા. કથિત રીતે જે રિઇમ્બર્સમેન્ટ સ્ટ્રક્ચર તૈયાર કરાયો હતો, તેમા પણ તેમની મુખ્ય ભૂમિકા ભજવી હતી. વિજિલન્સ રિપોર્ટના તારણો એવું દર્શાવે છે કે, એમએસઆરડીસી સાથે સંકળાયેલી સમગ્ર પ્રક્રિયા નિર્ધારિત મંજૂરી પ્રક્રિયાના નિયમોને નજરઅંદાજ કરીને થઇ હતી અને આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન થયું છે. આરબીઆઈના નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે ગ્રાહકને હિડન સ્પેશિયલ રિટર્ન આપી શકાતું નથી. બધા ગ્રાહકો માટે સમાન નિયમો છે. પરંતુ તપાસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે એચડીએફસી બેંકે MSRDC ને વધારાના લાભો આપવાનો પ્રયાસ કર્યો હતો. મોટી વાત એ હતી કે આ વધારાનો નફો વ્યાજ તરીકે દર્શાવવામાં આવ્યો ન હતો, પરંતુ માર્કેટિંગ ખર્ચમાં મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં ચાર મોટા અધિકારીઓના નામ બહાર આવ્યા છે. પ્રથમ અતુલ ચક્રવર્તી, જે બેંકના પૂર્વ ચેરમેન છે. બીજા શશીધર જગદીસન છે જે હાલમાં એચડીએફસી બેંકના સીઈઓ છે. ત્રીજો શ્રીનિવાસન વૈદ્યનાથન, જે બેંકના સીએફઓ છે અને કથિત રોકાણના માળખામાં તેમની ભૂમિકા છે. ચોથા રવિ સંથાનમ છે, જે બેંકના ચીફ માર્કેટિંગ ઓફિસર છે.   HDFC Bank અને MSRDC કેસમાં મોટા ખુલાસો HDFC બેંકના આ કથિત સોદાની ઇન્ટરનલ ઓડિટમાં તપાસ કરવામાં આવી ત્યારે બેંકની કામગીરીને "અસંતોષકારક" (Unsatisfactory) ગણાવી હતી. બીજો મોટો ખુલાસો એ થયો કે, 10 એપ્રિલે આ મામલો બોર્ડની ઓડિટ કમિટીને મોકલવામાં આવ્યો હતો. એક અઠવાડિયા પછી, આ મામલો નોમિનેશન અને રેમ્યૂનરેશન કમિટિ સુધી પણ પહોંચ્યો. આનો સીધો અર્થ એ છે કે આ મામલો ટોચના મેનેજમેન્ટ સુધી પહોંચી ગયો હતો. ત્રીજો ખુલાસો એ હતો કે મહારાષ્ટ્ર એજન્સીએ કથિત રીતે 5 કરોડ રૂપિયાની "અપફ્રન્ટ" રકમ પણ માંગી હતી. એટલે કે ડિપોઝિટ અરેજમેન્ટ શરૂ થાય તે પહેલાં જ થોડાક પેમેન્ટની માંગ કરવામાં આવી હતી. આ માંગને ફગાવી દેવામાં આવી હોવાના અહેવાલ હતા, પરંતુ આ પછી 6.01% વ્યાજનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. અન્ય એક ઘટસ્ફોટમાં એવું બહાર આવ્યું હતું કે, મહત્વપૂર્ણ દસ્તાવેજો પર જુનિયર સ્ટાફ સભ્યો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિજિલન્સ રિપોર્ટ અનુસાર, જે દસ્તાવેજો બહાર આવ્યા હતા તે અધૂરા અને નબળી રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, તેમા સમયગાળો કોઈ ઉલ્લેખ નથી, લઘુત્તમ બેલેન્સ થ્રેશોલ્ડ વિશે કોઈ માહિતી નથી, અને 6.01% ની મૌખિક સંમતિનો કોઈ ઉલ્લેખ નથી. એક મોટો ખુલાસો એ છે કે, રવિ સંથાનમે કથિત રીતે કહ્યું હતું કે મહારાષ્ટ્ર એજન્સીને જે ચૂકવવામાં આવ્યું હતું તેનો માત્ર થોડો ભાગ માર્કેટિંગ પ્રવૃત્તિ પાછળ ખર્ચવામાં આવ્યો હતો. આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કે વેન્ડર્સ ઇન્વોઇસેસ વિશ્વસનીય હોવાનું દેખાય.
    Click here to Read more
    Prev Article
    आंगनवाड़ी से 2 बेटों को लाई, फिर रस्सी से मां ने घोंटा गला; 9 साल बाद उम्रकैद की सजा
    Next Article
    Nagaland Dear Lottery Sambad Result Today 1 PM Live: Dear Spark Wednesday Lottery Result of May 27, 2026 Declared Online, Watch Lucky Draw Winners List

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment