Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IAFને મળશે 5મી પેઢીનું સ્ટેલ્થ ફાઈટર જેટ, 3 કંપનીઓને મોકલાયા પ્રપોઝલ

    2 weeks ago

    1

    0

    ભારતના સૌથી મહત્વાકાંક્ષી સ્વદેશી ફાઈટર જેટ પ્રોજેક્ટ એડવાન્સ્ડ મિડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA)ને રક્ષા મંત્રાલયે નવી ગતિ આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ 5મી પેઢીના સ્ટેલ્થ ફાઈટર જેટના વિકાસ માટે ત્રણ પસંદ કરેલી કંપનીઓને રિક્વેસ્ટ ફોર પ્રોપોઝલ (RFP) જાહેર કરવામાં આવ્યું છે. આ પગલું ભારતને આધુનિક ફાઈટર વિમાન બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.પ્લેનને પકડવા માટે દુશ્મનનું રડાર પણ નહીં કરે કામ આ પ્રોજેક્ટ ભારતનું પહેલું સ્વદેશી ટ્વિન એન્જિન 5મી પેઢીનું મલ્ટીરોલ સ્ટેલ્થ ફાઈટર જેટ હશે, જે દુશ્મનના રડારથી સરળતાથી પકડાઈ નહીં શકે. તેની ડિઝાઈન એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) દ્વારા DRDO હેઠળ તૈયાર કરવામાં આવી છે. આ વિમાન ભારતીય વાયુસેના (IAF)ના જૂના ફાઇટર જેટને બદલશે અને હવાઈ પ્રભુત્વ વધારવામાં મદદ કરશે. તેમાં સ્ટેલ્થ ટેકનોલોજી, એડવાન્સ્ડ એવિઓનિક્સ, સેન્સર ફ્યુઝન અને નેટવર્ક-સેન્ટ્રિક વોરફેર જેવી આધુનિક સુવિધાઓ હશે. આ ત્રણ કંપનીઓને મળ્યું RFP લાર્સન એન્ડ ટૂબ્રો–ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (L&T-BEL) કન્સોર્શિયમ ટાટા એડવાન્સ સિસ્ટમ્સ ભારત ફોર્જ–BEML કન્સોર્શિયમ આત્મનિર્ભર ભારત માટે મહત્વપૂર્ણ પગલું આમાંથી એક કંપનીની પસંદગી કરવામાં આવશે, જે ADA અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે મળીને પ્રોટોટાઇપ તૈયાર કરશે અને બાદમાં મોટા પાયે ઉત્પાદન કરશે. યોજનાનુસાર, AMCAને 2030ના શરૂઆતના વર્ષોમાં વાયુસેનામાં સામેલ કરવાની યોજના છે. આ પ્રોજેક્ટ સફળ થાય તો ભારત અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોની શ્રેણીમાં સામેલ થશે. આ પ્રોજેક્ટ “આત્મનિર્ભર ભારત” અને “મેક ઇન ઇન્ડિયા” માટે મહત્વપૂર્ણ પગલું છે, જે ભારતની રક્ષા ક્ષમતા અને એરોસ્પેસ ઉદ્યોગને નવી ઊંચાઈ પર લઈ જશે. આ પણ વાંચો : India US Trade Deal : શું આગામી મહિને ફાઈનલ થઈ જશે ટ્રેડ ડીલ? 1થી 4 જૂન સુધી અમેરિકી પ્રતિનિધિમંડળ આવશે ભારત
    Click here to Read more
    Prev Article
    US stock markets today (May 27, 2026): Wall Street stays near record highs as easing oil prices lift sentiment
    Next Article
    Kasauli Forest Fire: જંગલોની આગ પર કાબૂ મેળવવો આટલો મુશ્કેલ કેમ?, જાણો

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment