કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) દ્વારા આજે ધોરણ 10 (ICSE - Indian Certificate of Secondary Education) ના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત લાવતા બોર્ડ દ્વારા સત્તાવાર વેબસાઇટ પર પરિણામ અપલોડ કરી દેવામાં આવ્યું છે.99.18 ટકા પરિણામ જાહેર ચાલુ વર્ષે ICSE બોર્ડનું એકંદર પરિણામ 99.18 ટકા રહ્યું છે. આ આંકડા દર્શાવે છે કે, ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં સાતત્ય જળવાઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિણામમાં વિદ્યાર્થિનીઓએ નોંધપાત્ર દેખાવ કર્યો છે. ફેબ્રુઆરી-માર્ચમાં યોજાઈ હતી પરીક્ષા ઉલ્લેખનીય છે કે, ICSE ધોરણ 10ની પરીક્ષાઓ ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન સમગ્ર દેશના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. પરિણામ કેવી રીતે તપાસશો? વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનો યુનિક આઈડી (Unique ID) અને ઇન્ડેક્સ નંબર નાખીને ચેક કરી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પોતાનો સ્કોર જાણી શકશે. પરિણામ જાહેર થતા જ શાળાઓ અને સફળ વિદ્યાર્થીઓના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો - Ahmedabad : કમાણી પડાવી લીધી ને મળ્યો ફક્ત ત્રાસ, પત્નીના પાપે પતિનું મોત, પોલીસે ફરાર થયેલી ભગવતીની ધરપકડ કરી
Click here to Read more


