NEET UG 2026 Admit Card : NTAએ જાહેર કરી ગાઈડલાઈન, આ વસ્તુઓ લઈ જવા પર રહેશે પ્રતિબંધ
1 month ago
NEET UG 2026 પરીક્ષા અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. NEET-UGનું આયોજન 3 મે 2026ના રોજ થવાનું છે. આ પરીક્ષાના એડમિટ કાર્ડ 26 એપ્રિલે જાહેર કરવામાં આવશે, જેને ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ neet.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકશે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઓફલાઈન મોડમાં યોજાશે.National Testing Agency (NTA) દ્વારા પહેલેથી જ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં પરીક્ષા કેન્દ્ર પર શું લઈ જવું અને શું નહીં તેની વિગત આપવામાં આવી છે. એજન્સીએ સ્પષ્ટ જણાવ્યું છે કે કેટલીક વસ્તુઓ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. કઈ વસ્તુઓ પર છે પ્રતિબંધ? એડમિટ કાર્ડ સાથે ઓળખપત્ર સિવાય કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવાની મનાઈ છે. જેમાં મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, ટેબલેટ, બ્લૂટૂથ ડિવાઈસ, ઈયરફોન, કેમેરા અને અન્ય રેકોર્ડિંગ ઉપકરણો શામેલ છે. ઉપરાંત, પુસ્તકો, નોટ્સ, કાગળ, કેલ્ક્યુલેટર અથવા સ્કેનર જેવી સ્ટેશનરી વસ્તુઓ પણ પ્રતિબંધિત છે. વ્યક્તિગત વસ્તુઓ જેમ કે પર્સ, બેલ્ટ, ટોપી, મોટા બટનવાળા કપડાં, જ્વેલરી અને સનગ્લાસ પણ લઈ જવા પર મનાઈ છે. ખાવા-પીવાની કોઈપણ વસ્તુ પરીક્ષા કેન્દ્રમાં લઈ જવાની મંજૂરી નથી. કપડાં અને શૂઝ અંગે શું છે નિયમ? NTAએ વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે તેઓ હળવા રંગના અને સરળ કપડાં પહેરે. મોટા બટન, વધુ ડિઝાઈન અથવા ફુલ સ્લીવ કપડાં માન્ય નથી. વિદ્યાર્થીઓને શૂઝ ન પહેરવાની સલાહ આપવામાં આવી છે અને તેની જગ્યાએ ચપ્પલ પહેરવા જણાવાયું છે. જો કોઈ ઉમેદવાર શૂઝ પહેરીને આવે તો તેને બહાર ઉતારવા પડશે. એજન્સીએ વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે તેઓ પરીક્ષા કેન્દ્ર પર ઓછામાં ઓછા એક કલાક પહેલા પહોંચી જાય જેથી કોઈ પણ મુશ્કેલી ન થાય અને પરીક્ષા શાંતિપૂર્વક આપી શકાય.આ પણ વાંચો : Jammu-Srinagar વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, જાણો રૂટ અને સમય
Click here to Read more

