Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IND Vs SL: ભારતીય ટીમનું શ્રીલંકા પ્રવાસનું શેડ્યૂલ કરવામાં આવ્યું જાહેર

    3 weeks ago

    1

    0

    ભારતીય ક્રિકેટના યુવા સ્ટાર્સ ટૂંક સમયમાં શ્રીલંકાની ધરતી પર પોતાનું કૌશલ્ય દર્શાવતા જોવા મળશે. શ્રીલંકા ક્રિકેટે ભારતીય અંડર-19 ટીમના શ્રીલંકા પ્રવાસનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કર્યો છે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે કુલ 5 મેચ રમાશે, જેમાં ત્રણ ODI અને 2 ચાર-દિવસીય મેચનો સમાવેશ થાય છે. ભારતીય અંડર-19 પુરુષ ટીમ જૂન અને જુલાઈ 2026માં શ્રીલંકાનો પ્રવાસ કરશે. ભવિષ્યની તૈયારી અને ઈન્ટરનેશનલ અનુભવ મેળવવાની દ્રષ્ટિએ યુવા ખેલાડીઓ માટે આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતીય ટીમ 30 જૂન, 2026ના રોજ શ્રીલંકા પહોંચશે. ભારત અને શ્રીલંકા અંડર-19 ટીમો વચ્ચે 3 મેચની ODI સિરીઝ હંબનટોટાના મહિન્દા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત અંડર-19 વિરુદ્ધ શ્રીલંકા અંડર-19 વનડે સિરીઝનું શેડ્યૂલ 4 જુલાઈ, 2026: પહેલી ODI, હંબનટોટા 6 જુલાઈ, 2026: બીજી ODI, હંબનટોટા 9 જુલાઈ, 2026 - ત્રીજી ODI, હંબનટોટા ચાર દિવસીય સ્પર્ધાનું આયોજન કર્યું ODI સિરીઝ પછી બંને ટીમો 2 ચાર દિવસીય મેચ રમશે. પહેલી મેચ ગાલેમાં રમાશે, જ્યારે બીજી મેચ કોલંબોમાં રમાશે. આ પ્રવાસ માટે ભારતીય ટીમ માટે કયા ખેલાડીઓની પસંદગી થાય છે તે જોવું રસપ્રદ રહેશે. ચાર દિવસીય મેચ શેડ્યૂલ 13-16 જુલાઈ, 2026 – પ્રથમ ચાર દિવસીય મેચ, ગાલે 20-23 જુલાઈ, 2026 – બીજી ચાર દિવસીય મેચ, કોલંબો મહિલા અંડર-19 ટીમો પણ ભારતમાં ટકરાશે ભારતીય મહિલા અંડર-19 ટીમ અને શ્રીલંકાની મહિલા અંડર-19 ટીમ 6 મેચની વ્હાઈટ બોલ સિરીઝ રમશે. આ સિરીઝ ચેન્નાઈ અને પુડુચેરીમાં યોજાશે, 3 ત્રણ T20 અને ત્રણ વનડે મેચ રમાશે. બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં આ સિરીઝની જાહેરાત કરવામાં આવી હતી. મહિલા અંડર-19 સિરીઝનું શેડ્યૂલ T20 સિરીઝ 22 જૂન, 2026: પહેલી T20, ચેન્નાઈ 24 જૂન, 2026: બીજી T20, ચેન્નાઈ 17 જૂન, 2026: ત્રીજી T20, ચેન્નાઈ વનડે સિરીઝ 30 જૂન, 2026: પહેલી વનડે, પુડુચેરી 3 જુલાઈ, 2026: બીજી વનડે, પુડુચેરી 6 જુલાઈ, 2026: ત્રીજી વનડે, પુડુચેરી ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે આ વર્ષે ફેબ્રુઆરીમાં ICC અંડર-19 વર્લ્ડકપ 2026 જીત્યો હતો. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 80 બોલમાં શાનદાર 175 રન બનાવ્યા હતા. આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?
    Click here to Read more
    Prev Article
    Simple ways parents can create quality time every day
    Next Article
    IPL- मुंबई के टॉप-3 बैटर्स आउट:सौरभ ने रोहित को आउट किया, ग्रीन को 2 विकेट; कोलकाता के खिलाफ स्कोर-34/3

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment