Instagram લઈને આવ્યું નવું ઇન્સ્ટન્ટ્સ નામનું નવું ફીચર: Snapchatને આપશે ટક્કર...
4 weeks ago
Instagram New Feature: Instagramએ ઇન્સ્ટન્ટ્સ નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે, જેનો હેતુ યુઝર્સને રિયલ-ટાઇમ મોમેન્ટ્સ શેર કરવામાં મદદ કરવાનો છે. આ ફીચર એક રીતે જોવા જઈએ તો Snapchatને મળતું આવે છે, જેમાં ફોટો એક જ વાર જોઈ શકાય છે. આ ફીચર પ્લેટફોર્મના મિત્રો વચ્ચે વધુ કેઝ્યુઅલ અને સ્પોન્ટેનિયસ કનેક્શન બનાવવાના મોટા પ્રયાસનો ભાગ છે. ઇન્સ્ટન્ટ્સની મદદથી યુઝર્સ રોજિંદા ફોટોઝ ઝડપથી શેર કરી શકે છે, જે જોયા બાદ ગાયબ થઈ જાય છે. આ ફીચર યુઝર્સને કોઈ પરફેક્ટ ઑનલાઇન ઇમેજ જાળવવા કે વધુ એડિટિંગ કરવાની ચિંતા વગર ફોટોઝ શેર કરવા પ્રોત્સાહિત કરે છે. આમાં યુઝર્સ ફોટોને એડિટ કરી શકતા નથી અને કેમેરા રોલમાંથી અપલોડ પણ કરી શકતા નથી, કારણ કે ફોટો તે જ ક્ષણે ક્લિક કરવો પડે છે.
Click here to Read more