IPL 2026 વચ્ચે પૂર્વ ક્રિકેટરે મુંબઈ ઈન્ડિયન્સનો સાથ છોડ્યો, 16 વર્ષના સંબંધનો અંત
3 weeks ago
IPL 2026, Mumbai Indians Team: આઈપીએલ 2026 ટુર્નામેન્ટ ચાલી રહી છે ત્યારે મુંબઇ ઈન્ડિયન્સ ટીમ માટે એક મોટા સમાચાર આવ્યા છે. ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રોબિન સિંહે મુંબઈ ઈન્ડિયન્સ સાથેના 16 વર્ષના લાંબા સંબંધોનો સત્તાવાર અંત આણ્યો છે. તે 2010માં ફ્રેન્ચાઇઝીમાં જોડાયા હતા. રોબિને શુક્રવારે (15 મે) સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે. તેમણે માત્ર આઈપીએલ ટીમ જ નહીં પરંતુ આઈએલટી 20 ફ્રેન્ચાઇઝી એમઆઈ અમીરાત સાથે પણ સંબંધો તોડ્યા છે. રોબિન સિંહ 2022 થી મુંબઈ ઈન્ડિયન્સના આઈપીએલ સપોર્ટ સ્ટાફનો ભાગ ન હતા, પરંતુ હવે તે વિદેશી લીગમાં પણ મુંબઈ ઈન્ડિયન્સમાં કોઈ ભૂમિકા ભજવતા જોવા મળશે નહીં. રોબિન સિંહ 2010થી મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે. તેમણે ફ્રેન્ચાઈઝીની પાંચ વખત આઇપીએલ ટાઈટલ અને બે વખત ચેમ્પિયન્સ ટ્રોફી ટાઈટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે 2023 માં ILT20 ની પ્રથમ સીઝનમાં MI અમીરાતના જનરલ મેનેજર તરીકે પણ સેવા આપી હતી. 2024માં તેમને એમઆઈ અમીરાતના વડા બનાવવામાં આવ્યા હતા. રોબિન સિંહનું નિવેદન રોબિન સિંહે સોશિયલ મીડિયા X પર લખ્યું છે, 'હું જણાવવા માંગુ છું કે મેં સત્તાવાર રીતે મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંબંધ તોડી દીધા છે. જો કે હું 2022 થી તેમના આઈપીએલ સ્ટાફનો ભાગ ન હતો, પરંતુ આ વર્ષ સુધી હું અમીરાત લીગમાં તેમની ટીમ સાથે હતો. 2010 થી આ અદ્ભુત પ્રવાસમાં તેમના સમર્થન માટે સમગ્ર એમઆઈ પરિવાર અને ચાહકોનો આભાર !! આવનારા વર્ષો માટે ફ્રેન્ચાઇઝીને શુભેચ્છાઓ. ’ I’d like to share that I have officially parted ways with the Mumbai Indians. Although I have not been part of their IPL staff since 2022 , as of this year also with their team in the Emirates league. Thank you to the entire MI family and the fans for the support through this… — Robin Singh (@robinsingh1409) May 15, 2026 રોબિન સિંહે ભારત માટે 136 વન ડે મેચ રમી રોબિન સિંહે ભારત માટે 136 વન-ડે મેચ રમી હતી અને 2336 રન બનાવ્યા હતા અને 69 વિકેટ ઝડપી હતી. તેમની ગણતરી શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે. નિવૃત્તિ પછી, તેમણે કોચિંગમાં હાથ અજમાવ્યો. તે 2007માં ટી-20 વર્લ્ડ કપ જીતનારી ટીમના સપોર્ટ સ્ટાફનો પણ ભાગ હતા. તેમનો જન્મ ત્રિનિદાદમાં થયો હતો. IPL 2026 બાદ આ 5 ટીમ બદલી શકે છે કેપ્ટન આઈપીએલ 2026માં ઘણા ભારતીય કેપ્ટનનું પ્રદર્શન નિરાશાજનક જોવા મળ્યું છે. આ જ કારણ છે કે તેમની ટીમો પણ આ સિઝનમાં સારો દેખાવ કરી શકી નથી. તેમાંથી બે તો 56 મેચ સુધી બહાર રહ્યા છે. જ્યારે કોઈ આઉટ થવાના આરે છે. સાથે જ એવા બે ખેલાડીઓ પણ છે જેમની કેપ્ટન્સી અને પર્સનલ પર્ફોમન્સ સમગ્ર સિઝન દરમિયાન ખાસ રહ્યો નથી. અહીં એવા પાંચ કેપ્ટન છે જે આઈપીએલ 19 પછી કેપ્ટનશીપ ગુમાવી શકે છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
Click here to Read more

