Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IPL 2026 SRH vs RCB Head to Head: હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચે ટક્કર, જાણો હેડ-ટુ-હેડ રેકોર્ડ

    3 weeks ago

    1

    0

    ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) માં આજે સિઝનની 67મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રાજીવગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે જંગ જામશે. જોકે, બંને ટીમો શાનદાર પ્રદર્શન કરીને અગાઉથી જ પ્લેઓફની ટિકિટ કન્ફર્મ કરી ચૂકી છે, પરંતુ આજની મેચ પોઈન્ટ્સ ટેબલમાં મોખરાનું સ્થાન મેળવવા અને પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.નંબર-1 ની પોઝિશન જાળવી રાખી ક્વોલિફાયર-1 રમવા ઈચ્છશે RCB રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ હાલમાં 13 મેચમાંથી 9 જીત અને 18 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર (નંબર-1) છે. જો આરસીબી આજની મેચ જીતી જશે, તો તે નંબર-1 ના સ્થાને રહીને જ પ્લેઓફમાં પ્રવેશ કરશે. આરસીબીએ સિઝનની શરૂઆત ધમાકેદાર કરી હતી અને પ્રથમ 8 માંથી 6 મેચ જીતી લીધી હતી. ત્યારબાદ સતત બે હાર બાદ ટીમે ફરી જોરદાર વાપસી કરી છે, અને છેલ્લી સતત ત્રણ મેચ જીતીને વિજયી રથ પર સવાર છે. બીજી તરફ, હોસ્ટ સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી અને તે પ્રથમ 4 માંથી 3 મેચ હારી ગયું હતું. જોકે, ત્યારબાદ સતત 5 મેચ જીતીને ટીમે પાસુ પલટાવ્યું હતું. હૈદરાબાદ અત્યારે 13 મેચમાં 8 જીત અને 16 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જો આજે એસઆરએચ જીતશે, તો તે પણ ટોપ-2 માં સ્થાન મેળવી લેશે. હેડ-ટુ-હેડ રેકોર્ડ: હૈદરાબાદનો પલ્લો ભારે આઈપીએલના ઈતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 27 મેચ રમાઈ ચૂકી છે. આ આંકડાઓમાં હૈદરાબાદનું પલ્લું થોડું ભારે રહ્યું છે. SRH ની જીત: 14 મેચ RCB ની જીત: 12 મેચ બહાર થયેલી/ટાઈ મેચ: 1 મેચ ખાસ વાત એ છે કે, આ જ સિઝનની ઓપનિંગ મેચમાં જ્યારે આ બંને ટીમો બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટકરાઈ હતી, ત્યારે આરસીબીએ હૈદરાબાદને 6 વિકેટે ધૂળ ચટાડી હતી. આવામાં એસઆરએચ પોતાના હોમ ગ્રાઉન્ડ પર તે હારનો બદલો લેવા પણ આતુર હશે. આજે વિરાટ કોહલી અને યુવા સનસનાટી અભિષેક શર્માની બેટિંગ પર તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે. આ પણ વાંચો - IPL 2026: CSK પ્લેઓફમાંથી બહાર થતાં સરફરાજ ખાનની ભાવુક પોસ્ટ, કેપ્ટન ઋતુરાજનું મોટું નિવેદન
    Click here to Read more
    Prev Article
    CBSE extends deadline again for Class 12 answer copies amid technical glitches
    Next Article
    कनखजूरा गलती से कान में चला जाए तो कैसे जानें, ऐसे में कौन सी सावधानियों का रखें ध्यान?

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment