Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IPL: પ્રિયાંશ આર્યા 6 સિક્સર ફટકારી બનાવ્યો ખાસ રેકોર્ડ; વૈભવ સૂર્યવંશીની ક્લબમાં સામેલ

    3 weeks ago

    1

    0

    IPL 2026, Priyansh Arya Records: પ્રિયાંશ આર્યા એ દિલ્હી કેપિટલ્સ સામેની IPL 2026 ની 55મી મેચમાં ધમાકેદાર બેટિંગ કરી હતી અને 56 બોલમાં 33 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ 169.70 હતો. આ સાથે જ પ્રિયાંસ આર્યા એ ઘણા રેકોર્ડ તોડ્યા છે. પ્રિયાંશ આર્યા આઇપીએલની એક સિઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં યશસ્વી, હેડ અને જયસૂર્યાથી આગળ છે. પ્રિયાંશ આર્યએ પાવરપ્લે પુરો થાય તે પહેલા આઇપીએલમાં ત્રીજી વખત અડધી સદી ફટકારી હતી. આમ કરીને પ્રિયાંશ આર્યએ પણ યુવા સનસની વૈભવ સૂર્યવંશીની ક્લબમાં સ્થાન મેળવી લીધું હતું. પ્રિયાંશ આર્યા એ તોડ્યો યશસ્વી અને જયસૂર્યાનો રેકોર્ડ, વૈભવ છે નંબર 1 પ્રિયાંશ આર્યા એ દિલ્હી સામેની ઈનિંગ દરમિયાન 6 છગ્ગા ફટકાર્યા હતા અને હવે તે આઇપીએલની એક સિઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા ક્રમે આવી ગયો છે. પ્રિયાંશ આર્ય ચાલુ સિઝનમાં અત્યાર સુધી પાવરપ્લેમાં કુલ 26 છગ્ગા ફટકારી ચૂક્યો છે. પ્રિયાંશ આર્યએ 22-22 છગ્ગા ફટકારનારા યશસ્વી જયસ્વાલ, ટ્રેવિસ હેડ અને સનથ જયસૂર્યાને પાછળ છોડી દીધા હતા. આ યાદીમાં વૈભવ 32 છગ્ગા સાથે નંબર વન પર છે. વૈભવે આ સિઝનમાં અત્યાર સુધી પાવરપ્લેમાં 32 છગ્ગા ફટકાર્યા છે. આઇપીએલની સિઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ટોપ-5 બેટ્સમેન 32 સિક્સર : વૈભવ સૂર્યવંશી (2026) 29 સિક્સર : અભિષેક શર્મા (2024) 27 સિક્સર : અભિષેક શર્મા (2026) 26 સિક્સર : પ્રિયાંશ આર્ય (2026) 22 સિક્સર : યશસ્વી જયસ્વાલ (2025) 22 સિક્સર : ટ્રેવિસ હેડ (2024) 22 સિક્સર : સનથ જયસૂર્યા (2008) પ્રિયાંશ આર્ય ત્રીજી વખત પાવરપ્લેમાં 50થી વધુ રન ફટકાર્યા પ્રિયાંશ આર્યાએ દિલ્હી કેપિટલ્સ સામે 56 રન બનાવ્યા હતા. તેણે પાવરપ્લે દરમિયાન 27 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. આઇપીએલમાં આ ત્રીજી વખત બન્યું હતું જ્યારે તેણે પાવરપ્લે દરમિયાન 50 કે વધુ રન બનાવ્યા હતા. પ્રિયાંશ આર્યએ એક સાથે યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, અભિષેક શર્મા અને પ્રભસિમરન સિંઘ સહિત 6 બેટ્સમેનોના રેકોર્ડ તોડી નાંખ્યા છે. Arya not entertained? 💪 pic.twitter.com/uo2j9jeFML — Punjab Kings (@PunjabKingsIPL) May 11, 2026 IPL પાવરપ્લેમાં સૌથી વધુ 50 રન બનાવનાર ભારતીયો બેટ્સમેન 4 : વૈભવ સૂર્યવંશી  3 : પ્રિયાંશ આર્યા  2 : કેએલ રાહુલ 2 : ઋદ્ધિમાન સાહા  2 : યશસ્વી જયસ્વાલ 2 : ઇશાન કિશન  2 : અભિષેક શર્મા 2 : પ્રભસિમરન સિંહ વૈભવ સૂર્યવંશી નવો કિર્તીમાન; T20માં સૌથી વધુ 100 સિક્સર મારનાર સૌથી યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પોતાની ધુરંધર બેટીંગથી આધારે તેના નામે એક કરતા વધુ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે. માત્ર 15 વર્ષની ઉંમરે, યુવા બેટ્સમેને IPL 2026 ની 52 મી મેચમાં ગુજરાત સામેની તેની ઇનિંગ્સ (36 રન) દરમિયાન 3 છગ્ગા ફટકાર્યા હતા અને આ સાથે તે T20 ક્રિકેટમાં 100 સિક્સર પૂર્ણ કરનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે, તેમજ સૌથી ઓછા બોલમાં 100 છગ્ગા ફટકારનાર બેટ્સમેન બન્યો છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
    Click here to Read more
    Prev Article
    IPL 2026 બાદ આ 5 ટીમ બદલી શકે છે કેપ્ટન, એક ખેલાડી સીઝનની અધવચ્ચેથી બહાર થવાની અટકળ
    Next Article
    ભુવનેશ્વર કુમાર નંબર 1, મલિંગાનો રેકોર્ડ તોડ્યો; IPL જીતમાં સૌથી વધુ વિકેટ મેળવનારા ટોપ-5 બોલર

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment