Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Low Cost Foreign Trip: ઓછા બજેટમાં વિદેશ પ્રવાસ માટે આ દેશ સૌથી ઉત્તમ, આ રીતે સ્માર્ટ ટુર પ્લાનિંગ કરો

    3 weeks ago

    1

    0

    Nepal Budget Trip Planning : વિદેશ પ્રવાસ કરવાની દરેક ભારતીયને ઇચ્છા હોય છે. પરંતુ ઓછા બજેટને કારણે લોકો ઘણીવાર પ્લાન કરે છે અને મુલતવી રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ઓછા ખર્ચમાં પણ તમે વિદેશ ફરવાનું સપનું પૂરું કરી શકો છો. નેપાળ આ માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. નેપાળનું કુદરતી સંદરતા, શાંત વાતાવરણ, એડવેન્ચર, મંદિરો અને હિમાલયના પર્વતો લોકોને આકર્ષિત કરે છે. જો તમે આ વખતે વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે નેપાળ જઈ શકો છો. સ્માર્ટ પ્લાનિંગની મદદથી તમે ઓછા બજેટમાં ફોરેન ટુરની મજા માણી શકો છો. આ માટે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. યોગ્ય સમય નક્કી કરો જો તમે નેપાળ ફરવા જવાનું વિચારો છો, તો યોગ્ય સમયે જવું સૌથી મહત્વપૂર્ણ છે. માર્ચ થી મે અને સપ્ટેમ્બર થી નવેમ્બર મહિનામાં અહીંનું હવામાન ખૂબ જ સુખદ રહે છે. આ સમયે પર્વતોની સુંદરતા ખૂબ જ અદભૂત લાગે છે. પરંતુ જો તમે બજેટ ટ્રીપ પ્લાન બનાવી રહ્યા છો, તો પછી ઓફ સીઝનમાં જવું એ એક સારો વિકલ્પ હશે. તમે અહીં ભીડથી દૂર શાંતિથી સમય પસાર કરી શકો છો. આ સમયે, તમે ઓછા બજેટમાં સરળતાથી હોટલ શોધી શકો છો અને ફરવાના સ્થળોએ આરામથી સમય પસાર કરી શકશો. યોગ્ય વાહન પસંદ કરો ઓછા બજેટમાં મુસાફરી કરવા માટે યોગ્ય પરિવહનની પસંદગી કરવી પણ મહત્વપૂર્ણ છે. ભારતથી નેપાળની ફ્લાઇટ સિવાય તમે બસ અથવા ટ્રેનનો વિકલ્પ પસંદ કરી શકો છો. દિલ્હી, ગોરખપુર અને વારાણસી જેવા શહેરોથી નેપાળ સરહદ સરળતાથી પહોંચી શકાય છે. અહીંથી તમે લોકલ બસો અને ટેક્સી ઉપલબ્ધ હોય છે. આવશ્યક ચીજો જ સાથે લઇ જાઓ નેપાળ જતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ તમારી સાથે લઈ જવાનું ભૂલશો નહીં. ભારતના નાગરિક હોવાનો પુરાવા સહિત ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને તેની નકલ સાથે રાખો. નેપાળમાંરોકડ અને ડિજિટલ પેમેન્ટ બંને વિકલ્પ ઉપલબ્ધ છે. કેટલીકવાર ડિજિટલ પેમેન્ટમાં ઓફર અથવા કેશબેક પણ મળી શકે છે. નેપાળમાં ફરવાના સ્થળો નેપાળની રાજધાની કાઠમંડુમાં તમે પશુપતિનાથ મંદિર, બૌદ્ધનાથ સ્તૂપ અને સ્વયંભૂનાથ સ્તૂપ જોવા જઇ શકો છો. તમે પોખરામાં ફેવા તળાવ અને સારંગકોટ ફરવાનો પ્લાન બનાવી શકો છો. આ સિવાય નાગરકોટના સુંદર પર્વતોને પણ આ યાદીમાં સામેલ કરી શકાય છે. જો તમને એડવેન્ચરનો શોખ છે, તો પેરાગ્લાઇડિંગ, ટ્રેકિંગ અને રિવર રાફ્ટિંગનો પણ આનંદ માણી શકાય છે. આ પણ વાંચો | ગુજરાતીઓને શિમલા મનાલી ફરવાશે IRCTC ટુર પેકેજ, ગાંધીનગરથી દર રવિવારે ઉપડશે ટ્રેન જો તમે ઓછા બજેટમાં વિદેશ પ્રવાસનો આનંદ માણવા માંગતા હો, તો નેપાળ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. યોગ્ય આયોજન અને સ્માર્ટ બજેટ મેનેજમેન્ટ સાથે, એક યાદગાર ફોરેન ટુર કરી શકાય છે. જ્યાં તમે મિત્રો, પાર્ટનર અથવા પરિવાર સાથે યાદગાર સમય પસાર કરી શકો છો.
    Click here to Read more
    Prev Article
    Stock Market Today: शेयर बाजार में तेजी, सेंसेक्स और निफ्टी बढ़त के साथ हुए बंट, ट्रेंट 3% चढ़ा
    Next Article
    વિશ્વના બધા 22 સૌથી ગરમ શહેરો ભારતના:આમાંથી 13 ઉત્તર પ્રદેશમાં છે; 35 શહેરોમાં રાત્રે પણ ગરમ પવન ફૂંકાય છે

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment