NASA ના Artemis II મિશને રચ્યો ઇતિહાસ, ચંદ્રની સૌથી દૂરની સફર કરી બનાવ્યો રેકોર્ડ
1 month ago
યુએસ સ્પેસ એજન્સી NASA ના મહત્વાકાંક્ષી આર્ટેમિસ II મિશનએ માનવ અવકાશ સંશોધનના ઈતિહાસમાં એક સુવર્ણ અક્ષરે નામ અંકિત કર્યું છે. સોમવારે રાત્રે આ મિશનના અવકાશયાત્રીઓએ ચંદ્રની પાછળના (Far side) ભાગની પ્રદક્ષિણા કરીને પૃથ્વી તરફ પરત ફરવાની મુસાફરી શરૂ કરી હતી. આ દરમિયાન તેમણે ચંદ્રની સપાટીનું એવું દૃશ્ય જોયું જે અગાઉ ક્યારેય કોઈ માનવીએ આટલી સ્પષ્ટતાથી જોયું નથી. એપોલો 13નો 56 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો આર્ટેમિસ II મિશને અંતરની બાબતમાં નવો વૈશ્વિક વિક્રમ સ્થાપિત કર્યો છે. અત્યાર સુધી માનવી દ્વારા ચંદ્રની આસપાસ સૌથી લાંબા અંતરની મુસાફરીનો રેકોર્ડ 1970માં એપોલો 13 મિશનના નામે હતો, જેણે 400,171 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આર્ટેમિસ II એ આ આંકડાને વટાવીને માનવ ઈતિહાસમાં સૌથી લાંબી અવકાશ સફરનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. એપોલો પ્રોગ્રામના સમાપ્તિ બાદ આ પ્રથમ વખત છે જ્યારે નાસાએ માનવીઓને ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલ્યા છે. અવકાશયાત્રીઓનો અનુભવ અને ભાવુક ક્ષણો આ મિશનમાં ત્રણ અમેરિકન અને એક કેનેડિયન અવકાશયાત્રી સામેલ છે. કેનેડિયન અવકાશયાત્રી જેરેમી હેન્સને પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, ચંદ્રને નરી આંખે આટલી નજીકથી જોવો એ અવિશ્વસનીય અને રોમાંચક છે. આ ઐતિહાસિક ક્ષણ દરમિયાન કમાન્ડર રીડ વાઈઝમેન ભાવુક થઈ ગયા હતા. તેમણે ચંદ્ર પરના બે નવા ખાડાઓના નામ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે એક ખાડાનું નામ તેમના કેપ્સ્યુલના માનમાં "ઇન્ટિગ્રીટી" અને બીજા ખાડાનું નામ તેમની સ્વર્ગસ્થ પત્ની કેરોલ (જેમનું 2020માં કેન્સરથી અવસાન થયું હતું) ના નામ પર રાખવાની પરવાનગી માંગી હતી. અદભુત દૃશ્યો અને વૈજ્ઞાનિક માહિતી મિશનના પાઇલટ વિક્ટર ગ્લોવરે હ્યુસ્ટન સ્થિત કંટ્રોલ સેન્ટરને માહિતી આપી હતી કે ચંદ્રના પર્વતો સૂર્યપ્રકાશમાં એટલા તેજસ્વી દેખાતા હતા કે જાણે તે બરફથી ઢંકાયેલા હોય. અવકાશયાત્રીઓએ ચંદ્ર અને પૃથ્વી બંનેને એક જ ફ્રેમમાં કેદ કર્યા હતા, જે દૃશ્ય ખરેખર મંત્રમુગ્ધ કરનારું હતું. આ પણ વાંચોઃ Israel ની ઇરાનના લોકોને ખુલ્લી ધમકી, જીવ બચાવવો હોય તો આગામી 12 કલાક ટ્રેનમાં ન ચઢતા!
Click here to Read more

