Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    New Immigration Rules: ભારત સરકારે બદલ્યા વિઝા નિયમો, કોને મળશે રાહત? રજીસ્ટ્રેશન વ્યવસ્થા પણ બદલી

    4 days ago

    1

    0

    MHA immigration rule changes: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશી નિયમો, 2025 માં નવો સુધારો જાહેર કર્યો છે. નવા નિયમ મુજબ જો કોઈ વિદેશી 180 દિવસ કે તેથી ઓછા સમય માટે વિઝા પર ભારતમાં પ્રવેશ કર્યો હોય અને વિઝા સમાપ્ત થયા પછી ભારતમાં રહેવા માંગે છે, તો તેણે 180 દિવસની અવધિ સમાપ્ત થાય તે પહેલાં કોઈપણ સમયે નોંધણી કરાવવી આવશ્યક છે. અગાઉના નિયમ મુજબ વિદેશીઓએ ભારતમાં આગમનના 14 દિવસની અંદર નોંધણી કરાવવી જરૂરી હતી. સરળ શબ્દોમાં કહીએ તો, વિદેશ મંત્રાલયે હવે નોંધણીની અંતિમ તારીખ લંબાવી છે, એટલે કે વિદેશીઓએ હવે 180 દિવસની અવધિ સમાપ્ત થાય તેની રાહ જોવી પડશે નહીં, પરંતુ અગાઉથી નોંધણી કરાવવી પડશે. વિઝા અને નોંધણી નિયમોમાં ફેરફાર ગેઝેટમાં પ્રકાશિત સૂચનામાં જણાવાયું છે કે, “...ઇમિગ્રેશન અને વિદેશી નિયમો, 2025ના નિયમ 12 માં, પેટા-નિયમ (1) ના ત્રીજી જોગવાઈમાં ‘ભારતમાં આગમનની તારીખથી 180 દિવસની સમાપ્તિના 14 દિવસની અંદર શબ્દોના સ્થાને’ ઉક્ત 180-દિવસની સમાપ્તિ પહેલાં કોઈપણ સમયે’ શબ્દોનો ઉપોયગ કરવામાં આવશે.” જે વિદેશી નાગરિકોને 180 દિવસથી વધારે સમય માટે વિઝા આપવામાં આવ્યા છે તેમના વિઝા ઉપર આ શરત છે કે પ્રતેય્ક પ્રવાસ 180 દિવસથી વધારે નહીં હોય અને જે કોઈ એકવારમાં અથવા તો આખા કેલેન્ડર વર્ષમાં આ સમયથી વધારે સમય સુધી ભારતમાં રહેવા માંગે છે. તો તેમને 180 દિવસની સમાપ્તિ પહેલા ગમે ત્યારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. નવો નિયમ હવે સ્પષ્ટ કરે છે કે આવી નોંધણી હવે ‘ફક્ત કટોકટીની પરિસ્થિતિઓમાં’ આપવામાં આવશે. નવા નિયમો હેઠળ કોને રાહત મળી? નવા નિયમો એવા બાળકોને પણ થોડી રાહત આપે છે જેમના માતાપિતામાંથી એક અથવા બંને વિદેશી નાગરિક હોય. અગાઉના નિયમો હેઠળ આવા કિસ્સાઓમાં માતાપિતાએ બાળકના જન્મના 30 દિવસની અંદર નિયુક્ત ઓનલાઈન પોર્ટલ અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા નોંધણી અધિકારીને ઇલેક્ટ્રોનિક રીતે જાણ કરવાની રહેશે. જેથી તેઓ નવા વિઝા અને દેશ છોડવાની પરવાનગી સહિત વિઝા સેવાઓનો લાભ લઈ શકે. સૂચના અનુસાર આ પેટા-નિયમ એવા કિસ્સાઓમાં લાગુ પડશે નહીં જ્યાં માતાપિતામાંથી એક ભારતીય નાગરિક હોય અને બાળકની ભારતીય નાગરિકતા જાળવી રાખવા માંગે છે. જો કે, જો બાળક ભારતમાં રહેતી વખતે પાછળથી વિદેશી દેશની નાગરિકતા પ્રાપ્ત કરે છે, તો એક માતાપિતાએ નાગરિકતા પ્રાપ્ત કર્યાની તારીખથી 30 દિવસની અંદર નોંધણી અધિકારીને આ ફેરફારની જાણ કરવી આવશ્યક છે. સૂચનામાં દરેક હોસ્પિટલ, નર્સિંગ હોમ અથવા અન્ય તબીબી સંસ્થા માટે રિપોર્ટિંગ આવશ્યકતાઓ અને વહીવટી પ્રક્રિયાઓ સંબંધિત જોગવાઈઓમાં પણ સુધારો કરવામાં આવ્યો છે જે તેના પરિસરમાં તબીબી, રહેવાની અથવા રાત્રિ રોકાણની સુવિધાઓ પૂરી પાડે છે. ગયા મહિને કેન્દ્ર સરકારે નાગરિકતા નિયમો, 2009 માં સુધારાના મુસદ્દાને સૂચિત કર્યા હતા. આ માટે ચોક્કસ અરજદારોએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ દ્વારા જારી કરાયેલા પાસપોર્ટનો કબજો અથવા સોંપણી જાહેર કરવી જરૂરી છે. આ પણ વાંચોઃ- નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે માઠા સમાચાર, સ્પેશિયલ એજ્યુકેટર્સની ભરતી સ્થગિત કરાઈ, જાણો શું છે કારણ અગાઉ ગૃહ મંત્રાલયે નાગરિકતા (સુધારા) નિયમો, 2026 ને સૂચિત કર્યા હતા. આમાં ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (e-OCI) કાર્ડની રજૂઆત, સંપૂર્ણ ઓનલાઈન અરજી પ્રક્રિયા અને સગીરો માટે ડ્યુઅલ પાસપોર્ટ સંબંધિત વધુ કડક નિયમોનો સમાવેશ થાય છે.
    Click here to Read more
    Prev Article
    सुबह की बजाय रात में मेथी दाना पानी पिएं तो क्या होगा? एक्सपर्ट से जानें
    Next Article
    Delhi HC orders takedown of pornographic content using Chaitanya`s persona

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment