₹370ની બિરયાની માટે શારીરિક સંબંધની માગ! કૉમેડી શોમાં યુવતી પર અશ્લીલ ટિપ્પણી મુદ્દે FIR!
5 hours ago
FIR on Pranit More: સોશિયલ મીડિયા પર સ્ટેન્ડ-અપ કોમેડી શોના નામે પીરસવામાં આવતી વાંધાજનક સામગ્રી સામે મહારાષ્ટ્ર પોલીસે લાલ આંખ કરી છે. મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમ પોલીસે 11 જૂન 2026ના રોજ જાણીતા કોમેડિયન પ્રણિત મોરે અને અન્ય કેટલાક લોકો સામે સોશિયલ મીડિયા પર પ્રસારિત થયેલા કથિત અશ્લીલ અને વાંધાજનક વીડિયો મામલે FIR નોંધી છે. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર સાયબરના નોડલ સાયબર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો જેવી કે 75(1)(iv), 75(3), 294, 353(2) તેમજ માહિતી ટેકનોલોજી અધિનિયમ (IT Act), 2000ની કલમ 67 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ FIRમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરે ઉપરાંત હિમાંશુ જાંગ્રા, ડૉ. સેજલ પવાર અને આ ક્લિપ સાથે સંડોવાયેલા અન્ય લોકોના નામ સામેલ છે.
Click here to Read more

