Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Save Earth:ગ્લોબલ વોર્મિંગ વધારવામાં માણસે જ બનાવ્યો નવો રેકોર્ડ, વર્ષ 2025 રહ્યું ઇતિહાસનું ત્રીજું સૌથી ગરમ વર્ષ!

    3 hours from now

    1

    0

    વિશ્વભરમાં ભલે ગમે તેટલી ચર્ચા થતી હોય, પરંતુ પૃથ્વીને વિનાશ તરફ ધકેલવામાં માનવી પોતાની આદતો સુધારવા તૈયાર નથી. જલવાયુ વૈજ્ઞાનિકોના આંતરરાષ્ટ્રીય જૂથ દ્વારા બહાર પાડવામાં આવેલા વાર્ષિક અહેવાલ ‘ઇન્ડિકેટર્સ ઓફ ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ’ (IGCC) મુજબ, વર્ષ ૨૦૨૫ એ અત્યાર સુધીનું ત્રીજું સૌથી ગરમ વર્ષ નોંધાયું છે. ચિંતાજનક બાબત એ છે કે, આ ગરમી વધારવામાં માનવીય પ્રવૃત્તિઓનો ફાળો ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ રહ્યો છે.તાપમાનમાં ૧.૩૯ ડિગ્રી સેલ્સિયસનો વધારોનવી સ્ટડી અનુસાર, વર્ષ ૨૦૨૫ માં વૈશ્વિક સરેરાશ તાપમાન ૧૮૫૦-૧૯૦૦ ના બેઝલાઇન સરેરાશ કરતાં આશરે ૧.૩૯ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ કુલ વધારામાંથી ૧.૩૭ ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો માત્ર અને માત્ર માનવીય પ્રવૃત્તિઓ (મુખ્યત્વે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન) ને કારણે થયો હતો, જ્યારે બાકીનો નજીવો હિસ્સો કુદરતી બદલાવોનું પરિણામ હતો. અગાઉ વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (WMO) એ પણ અંદાજ લગાવ્યો હતો કે ૨૦૨૩ અને ૨૦૨૪ પછી ૨૦૨૫ ત્રીજું સૌથી ગરમ વર્ષ બનશે.‘લા નીના’ એ પૃથ્વીને થોડી બચાવી લીધીવર્ષ ૨૦૨૪ એ ૧.૫૫ ડિગ્રી સેલ્સિયસ વધારા સાથે ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે. તે સરખામણીએ ૨૦૨૫ માં માનવીય પ્રદૂષણ વધુ હોવા છતાં તાપમાન થોડું ઓછું રહ્યું, જેનું કારણ ‘લા નીના’ (La Nina) ની અસર હતી. પ્રશાંત મહાસાગર સામાન્ય કરતાં વધુ ઠંડો હોવાને કારણે પૃથ્વી પર તેની ઠંડક આપનારી અસર થઈ હતી. જો કે, ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ૨૦૨૫ માં ૫૬.૮ બિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ જેટલું થઈ ગયું છે, જે અત્યાર સુધીનું સૌથી સર્વોચ્ચ સ્તર છે.૨૦૨૬ માં ભારે ‘અલ નીનો’ નો ખતરોજર્મનીના બૉન શહેરમાં યોજાઈ રહેલી વાર્ષિક ક્લાઇમેટ મીટિંગ વચ્ચે આ રિપોર્ટ આવ્યો છે, જ્યાં દેશો ૨૦૩૫ સુધીમાં કુલ ઊર્જા વપરાશમાં વીજળીનો હિસ્સો ૩૫% કરવા માટે મંથન કરી રહ્યા છે. જો કે, ખતરો હજુ ટળ્યો નથી. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ૨૦ spark ૨૬ માં પ્રશાંત મહાસાગરમાં ભારે ‘અલ નીનો’ (El Nino) સક્રિય થવાનો અંદાજ છે. અલ નીનોની અસર લા નીના કરતાં બિલકુલ ઉલટી હોય છે અને તે પૃથ્વીના તાપમાનમાં મોટો ઉછાળો લાવે છે. WMO ના મતે, ૭૫% શક્યતા છે કે ૨૦૨૬ થી ૨૦૩૦ વચ્ચેના આગામી ૫ વર્ષોમાં સરેરાશ તાપમાન ૧.૫ ડિગ્રી સેલ્સિયસની ખતરનાક મર્યાદાને પાર કરી જશે.આ પણ વાંચો:Explained: ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? વાયરલ દાવા પર RBI એ કરી સ્પષ્ટતા!
    Click here to Read more
    Prev Article
    "Jaana tha exam dene, pahunch gaye khet mein": How a Google Maps detour cost four UP Police aspirants their future and...
    Next Article
    Shani Vakri 2026: શનિ ચાલશે ઉલટી ચાલ, સાડાસાતીથી પરેશાન આ રાશિને મળશે રાહત

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment