Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    West Bengalમાં ખાનગી શાળામાંથી કાળું નાણું ઝડપાયું, રૂ1.77 કરોડની રોકડ, દારૂ અને કોન્ડોમ મળતાં ખળભળાટ

    4 hours from now

    1

    0

    મમતા બેનરજીનું પશ્ચિમ બંગાળ છેલ્લા ઘણા સમયથી સમાચારમાં કેન્દ્રમાં છે. તાજેતરમાં ચૂંટણીમાં કારમી હાદ બાદ TMC વિધયાકો બાગી થયા. આ ખબર વચ્ચે જ પશ્ચિમ બંગાળમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના કંચરાપાડામાં આવેલી 'હાર્નેટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ' માં કાળા કારાનામાનો પર્દાફાશ થયો. આ ખાનગી શાળાની શંકાસ્પદ ગતિવિધિને લઈને પોલીસે બુધવારે રાત્રે દરોડા પાડ્યા જેમાં ₹1.77 કરોડની શંકાસ્પદ રોકડ જપ્ત કરી છે. ખાનગી શાળાના પરિસરમાંથી રોકડની સાથે દારૂની બોટલો અને કોન્ડોમ જેવી વાંધાજનક વસ્તુઓ મળી આવતા ખળભળાટ મચી ગયો.ખાનગી શાળાના સર્ચ ઓપરેશનમાં ઘટસ્ફોટઆ સર્ચ ઓપરેશન બુધવારે રાત્રે (10 જૂન 2026) શરૂ થઈને ગુરુવારે વહેલી સવારે 4 વાગ્યા સુધી ચાલ્યું હતું. જો કે, આ મામલાએ ત્યારે ભારે વિવાદ પકડ્યો. શાળાના પરિસરમાંથી મળી આવેલ વાંધાનજક વસ્તુઓના કારણે લોકોમાં શાળા પ્રત્યે રોષ ફૂટી નીકળ્યો છે. આ સમગ્ર ઘટનાની શરૂઆત શૈક્ષણિક સંસ્થાઓની તપાસ દરમિયાન થઈ હતી. બીજાપુરના ધારાસભ્ય સુદિપ્ત દાસ પોતાના મતવિસ્તારની શૈક્ષણિક સંસ્થાઓની 'ડેટા બેંક' તૈયાર કરાવી રહ્યા હતા. : આ પ્રક્રિયા દરમિયાન ધારાસભ્યના પ્રતિનિધિઓને હાર્નેટ સ્કૂલની શંકાસ્પદ પ્રવૃત્તિઓની માહિતી મળી.ખાનગી ઇંગ્લિશ શાળા હાર્નેટની શંકાસ્પદ પ્રવૃત્તિપશ્ચિમ બંગાળની ખાનગી ઇંગ્લિશ શાળા હાર્નેટની ધારાસભ્ય સુદિપ્ત દાસે પોતે બુધવારે રાત્રે મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમને શાળાની પ્રવૃત્તિ શંકાસ્પદ લાગતા તાત્કાલિક પોલીસને બોલાવી.  પોલીસની પ્રાથમિક તપાસમાં શાળામાંથી મોટી રોકડ મળી આવતા અધિકારીઓ અચંબિત થયા. એટલે જ મોટી માત્રામાં રોકડ હોવાની આશંકાને પગલે રાતોરાત નોટ ગણવાનું મશીન મંગાવવું પડ્યું હતું અને બાદમાં વધુ મશીનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે બે આરોપીઓની કસ્ટડી પણ લીધી છે.ખાનગી શાળામાં 50 કરોડો હોવાનો દાવોશાળામાંથી ચલણી નોટો મળવા અંગે પશ્ચિમ બંગાળના મંત્રી અર્જુન સિંહે ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું: "જે પ્રકારનો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે, તે જોતાં લાગે છે કે શાળાઓને હવે વૈભવી અડ્ડાઓમાં ફેરવી દેવામાં આવી છે. આ હોર્નેટ સ્કૂલમાં ઓછામાં ઓછા 50 કરોડ રૂપિયા છુપાવવામાં આવ્યા હોવાની પુષ્ટિ થઈ છે અને છેલ્લા ૧૦ દિવસથી ત્યાંથી સતત પૈસા ઉપાડવામાં (સગેવગે કરવામાં) આવી રહ્યા હતા."ધારાસભ્યના TMC નેતા પર ગંભીર આક્ષેપસ્થાનિક ધારાસભ્ય સુદિપ્ત દાસે આ નાણાંને સત્તાધારી પક્ષના નેતાઓ સાથે જોડતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે ભૂતપૂર્વ રાજ્ય મંત્રી પાર્થ ચેટર્જીના કેસનો હવાલો આપતા કહ્યું: "આ પૈસા શાળાના નથી, પરંતુ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતાઓ કમલ અધિકારી, સુબોધ અધિકારી અને પાર્થ ભૌમિકનું કાળું નાણું છે. ED અને CBIના દરોડાના ડરથી આ નેતાઓએ પોતાના પૈસા છુપાવવા માટે શાળાનો ઉપયોગ કર્યો હતો." અહેવાલો અનુસાર, કંચરાપાડા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ કમલ અધિકારી આ શાળાની મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ હતા. જો કે, આ આરોપો પર હજુ સુધી TMCના સંબંધિત નેતાઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.એડમિશન ફીના પૈસા કહી પ્રીન્સીપાલે આરોપો નકાર્યાબીજી તરફ, શાળાના પ્રિન્સિપાલ વિકાસ ચંદ્ર પાલે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે દાવો કર્યો કે જપ્ત કરાયેલી રોકડ એપ્રિલ મહિનાથી એકત્રિત થયેલી વિદ્યાર્થીઓની પ્રવેશ ફી (Admission Fee) છે, જેને બેંકમાં જમા કરાવવાની બાકી હતી અને તેનો હિસાબ એકાઉન્ટ વિભાગ પાસે છે. જો કે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શાળાના સિક રૂમ (માંદગી રૂમ) માંથી કોન્ડોમ અને દારૂ કેવી રીતે મળ્યા, ત્યારે તેમણે અજાણ હોવાનો દાવો કર્યો હતો.આ પણ વાંચો : US Iran War:અમેરિકાએ ઈરાન પર દાગી શક્તિશાળી ‘ટોમહોક’ મિસાઈલો,લશ્કરી છાવણીઓનો વિનાશ
    Click here to Read more
    Prev Article
    Child Rights: બેરોજગારીનું બહાનું કાઢી પિતા બાળકોને ભરણપોષણ આપવાથી બચી શકે નહીં, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
    Next Article
    Disaster Movie : બજેટ 100 કરોડ કમાણી 1 કરોડ! કંગના રનૌતના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ!

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment