15 વર્ષના વૈભવે ગેલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો:એક સીઝનમાં સૌથી વધુ 61 છગ્ગા ફટકાર્યા; માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી
2 weeks ago
IPLમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એલિમિનેટર મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. SRHએ પ્લેઇંગ-11માં હર્ષલ પટેલની જગ્યાએ પ્રફુલ્લ હિંગે પરત ફર્યો છે. રવીન્દ્ર જાડેજા પ્લેઇંગ-11માં પરત ફર્યો છે અને શુભમ દુબે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રહેશે. જાડેજા ગત મેચમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો. આ મેચ હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. રાજસ્થાનનો સ્કોર 4 ઓવરમાં 63/0 છે. ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશી ક્રિઝ પર છે. વૈભવ સૂર્યવંશીએ ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તે એક સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા ખેલાડી બની ગયો છે. ગેલે 59 સિક્સર ફટકારી હતી અને સૂર્યવંશી 61 સિક્સર ફટકારી ચૂક્યો છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સ્મરણ રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન અને પ્રફુલ હિંગે. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: સલિલ અરોરા, અનિકેત વર્મા, લિયામ લિવિંગસ્ટન, હર્ષ દુબે, હર્ષલ પટેલ. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસવાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, યશ રાજ પુંજા અને બ્રિજેશ શર્મા. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: શુભમ દુબે, સુશાંત મિશ્રા, અમન રાવ પેરાલા, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે.
Click here to Read more

