વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમમાં સિલેક્ટ થયેલો સૌથી યુવા ક્રિકેટર:15 વર્ષ, 71 દિવસની ઉંમરે પસંદગી થઈ; શ્રેયસ અય્યર T20નો નવા કેપ્ટન; સૂર્યાને ટીમમાં પણ સ્થાન ન મળ્યું
7 hours ago
આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ અને એશિયન ગેમ્સ સહિત શ્રીલંકા પ્રવાસ પર રમાનારી 'A' મેચ માટે આજે ભારતીય ટીમની જાહેરાત થવાની છે. BCCIએ જાહેર કરેલી પ્રેસ રિલીઝ મુજબ, પસંદગી સમિતિની બેઠક બોર્ડના હેડક્વાર્ટરમાં યોજાશે. આ બેઠક બાદ ચીફ સિલેક્ટર અજીત અગરકર અને BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયા મીડિયાને સંબોધિત કરશે. મળતી માહિતી મુજબ, આ પ્રેસ કોન્ફરન્સ BCCI હેડક્વાર્ટરના ચોથા માળે બપોરે એક વાગ્યાથી શરૂ થશે. આયર્લેન્ડ સામે ભારતીય ટીમે બે T20 મેચ રમવાની છે. ત્યારપછી ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા પાંચ T20 અને ત્રણ ODI મેચ રમશે. આ બંને પ્રવાસ માટે ટીમની પસંદગી પર ફેન્સની નજર ટકેલી છે. સૂર્યાને હટાવીને અય્યરને કેપ્ટનશીપ સોંપાઈ તેવી સંભાવના આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ પહેલાં સૂર્યકુમાર યાદવને T20 કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. BCCIની એપેક્સ કાઉન્સિલ કમિટીની બેઠકમાં સૂર્યાને હટાવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે, બસ આજે માત્ર તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ અય્યર ભારતીય T20 ટીમના નવા કેપ્ટન બનવા જઈ રહ્યો છે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને તક મળી શકે બિહારના 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ભારતીય સિનિયર ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જો વૈભવ સિલેક્ટ થયો તો તે 1980ના દાયકાના અંતમાં સચિન તેંડુલકરની પસંદગી પછી ભારતીય મેન્સ ટીમમાં પસંદ થનાર સૌથી યુવા ખેલાડી બનશે. વૈભવે IPL 2026માં 237.30ના સ્ટ્રાઈક રેટથી 776 રન બનાવ્યા છે. સિનિયર પ્રવાસ પહેલા તે 9 થી 21 જૂન સુધી શ્રીલંકામાં અફઘાનિસ્તાન સાથે યોજાનારી ટ્રાઈ-સીરીઝમાં ઈન્ડિયા-A માટે રમશે. આ નામો પર પણ ચર્ચા થશે મિટિંગ દરમિયાન સૂર્યકુમાર યાદવના નામ પર પણ ચર્ચા થશે. એ જોવું રસપ્રદ રહેશે કે કેપ્ટનશીપ પરથી હટાવ્યા બાદ તેને ટીમમાં તક મળે છે કે પછી અહીંથી પણ તેને બહારનો રસ્તો બતાવી દેવામાં આવશે. માત્ર સૂર્યા જ નહીં, પરંતુ ભુવનેશ્વર કુમાર, ધ્રુવ જુરેલ, કૃણાલ પંડ્યા, પ્રિયાંશ આર્ય, અંશુલ કંબોજ અને સાકિબ હુસૈન જેવા ખેલાડીઓ પર પણ સૌની નજર ટકેલી રહેશે. આયર્લેન્ડ સામેની T20 સિરીઝ માટે સંભવિત સ્ક્વોડ: શ્રેયસ અય્યર (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા (વાઇસ કેપ્ટન), શિવમ દુબે, ઈશાન કિશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રિંકુ સિંહ, પ્રિન્સ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે સંભવિત સ્ક્વોડ: શ્રેયસ અય્યર (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા (વાઇસ કેપ્ટન), શિવમ દુબે, ઈશાન કિશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રિંકુ સિંહ, પ્રિન્સ યાદવ, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝ માટે સંભવિત સ્ક્વોડ: શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઇસ-કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી*, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. (નોંધ- વિરાટ કોહલી જો હેમસ્ટ્રિંગની ઈજામાંથી સાજો થઈ જશે, તો ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં રમશે.)
Click here to Read more


