36 હજાર ભારતીય સિમ કંબોડિયામાં સક્રિય:સાયબર છેતરપિંડી માટે આમાંથી જ 5,300 કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો
2 hours ago
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કંબોડિયાથી સંચાલિત એક આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી નેટવર્ક વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા રાજસ્થાન અને પંજાબમાં મોટા પાયે દરોડા પાડ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે હજારો ભારતીય સિમ કાર્ડ નકલી રીતે સક્રિય કરીને વિદેશી નેટવર્ક સુધી પહોંચાડવામાં આવી રહ્યા હતા, જેનો ઉપયોગ ભારતમાં મોટા પાયે સાયબર છેતરપિંડી માટે કરવામાં આવી રહ્યો હતો. તપાસ દરમિયાન એજન્સીએ લગભગ 2.3 લાખ શંકાસ્પદ મોબાઇલ નંબરોનું વિશ્લેષણ કર્યું. આમાં ચોંકાવનારી હકીકત સામે આવી કે લગભગ 36 હજાર ભારતીય સિમ કાર્ડ કંબોડિયામાં સક્રિય હતા. આમાંથી લગભગ 5,300 સિમ કાર્ડનો સીધો ઉપયોગ ભારતમાં સાયબર ફ્રોડના કેસોમાં કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓ અનુસાર, આ નંબરો દ્વારા દેશભરમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. EDએ આ કાર્યવાહી મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (PMLA) હેઠળ જોધપુર સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે શરૂ કરી હતી. 5 જૂનથી શરૂ થયેલી આ કાર્યવાહી હેઠળ રાજસ્થાનના કિશનગઢ, નાગૌર અને જોધપુર તેમજ પંજાબના લુધિયાણામાં કુલ સાત સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન ED એ મોટી માત્રામાં દસ્તાવેજો, ડિજિટલ પુરાવા, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને 14 મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. મલેશિયન નાગરિકો દ્વારા સિમ મોકલવામાં આવતા હતા ED મુજબ, આ આખું નેટવર્ક અત્યંત સુનિયોજિત રીતે કામ કરી રહ્યું હતું. સિમ વિક્રેતાઓ ટેલિકોમ કંપનીઓની પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) આઈડીનો ઉપયોગ કરીને લોકોને નવું સિમ લેવા અથવા મોબાઈલ નંબર પોર્ટ કરાવવાના બહાને બોલાવતા હતા. ઓછા ભણેલા અને જાગૃતિનો અભાવ ધરાવતા લોકોના દસ્તાવેજો લઈને તેમના નામે વધારાના સિમ કાર્ડ પણ સક્રિય કરી દેવામાં આવતા હતા. પાછળથી આ સિમ કાર્ડ્સને મલેશિયન નાગરિકો દ્વારા કંબોડિયા મોકલવામાં આવતા હતા. આ રીતે ચાલતું હતું રેકેટ
Click here to Read more

