વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ખૂલ્યું છે. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ +410.86 પોઇન્ટના વધારા સાથે 74,329.62 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી +104.40 પોઇન્ટના વધારા સાથે 23,346.50 અંકે ખૂલ્યો. વધતો જતો યુએસ-ઈરાન તણાવ ઇંધણ બજારની ચિંતાબજાર પર ભાર મૂકતું એક મુખ્ય પરિબળ પશ્ચિમ એશિયામાં વધતો ભૂ-રાજકીય તણાવ છે. અમેરિકાએ તેના એક અપાચે હેલિકોપ્ટરને તોડી પાડ્યા બાદ સ્વ-બચાવમાં ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરી હતી. જવાબમાં, ઈરાને ચેતવણી આપી છે કે તે યુએસ કાર્યવાહીનો બદલો લેશે. આ ઘટનાઓએ રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે.પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર એશિયન બજારોમાં પણ જોવા મળી. જાપાનનો નિક્કી 225 આશરે 0.78 ટકા ઘટ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 2.74 ટકા ઘટ્યો.યુએસ બજારોમાં મિશ્ર વલણમંગળવારે યુએસ શેરબજારોમાં મિશ્ર વેપાર જોવા મળ્યો. S&P 500 ઇન્ડેક્સ અને નાસ્ડેક અનુક્રમે 0.26 ટકા અને 0.97 ટકા ઘટીને બંધ થયા. દરમિયાન, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.17 ટકાના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યો.ક્રૂડ ઓઇલમાં ઉછાળોપશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. જૂન મહિનામાં બ્રેન્ટ ક્રૂડના વાયદાના ભાવ 0.9 ટકા વધીને $92.27 પ્રતિ બેરલ પર પહોંચ્યા.સોના અને ચાંદીમાં નરમાઈકોમોડિટી બજારમાં સોના અને ચાંદી બંનેમાં ઘટાડો નોંધાયો. સોનાના વાયદામાં 1.78 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીના વાયદામાં 0.84 ટકાનો ઘટાડો થયો હતો. આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?
Click here to Read more

