Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Jammu And Kashmir : બારામુલામાં ઉરી સેક્ટરમાં ગ્રેનેડ ફાટતાં સેનાના બે જવાન શહીદ

    3 hours from now

    1

    0

    સેનાના અધિકારીઓએ જણાવ્યું કે ઉરીના કમલકોટ સ્થિત એક કેમ્પમાં નિયમિત સાધનોના હેન્ડઓવર દરમિયાન એક હેન્ડ ગ્રેનેડ ભૂલથી ફાટી ગયો હતો, જેના કારણે બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.અકસ્માતે વિસ્ફોટ માનવામાં આવી રહ્યો છેઆ ઘટનાને પ્રાથમિક રીતે અકસ્માતે વિસ્ફોટ તરીકે જોવામાં આવી રહી છે અને વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે. શ્રીનગર સ્થિત સંરક્ષણ વિભાગના પીઆરઓએ જણાવ્યું કે સંબંધિત અધિકારીઓ પાસેથી સંપૂર્ણ માહિતી મળ્યા બાદ જ આ ઘટનાને લઈને સત્તાવાર ટિપ્પણી કરવામાં આવશે.LoC નજીકથી પાકિસ્તાની કિશોરને કસ્ટડીમાં લેવામાં આવ્યોબીજી તરફ, જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવારે નિયંત્રણ રેખા (LoC) પાર કરીને ભારતીય સરહદમાં પ્રવેશ કરનાર 14 વર્ષીય પાકિસ્તાની કિશોરને સેનાએ કસ્ટડીમાં લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું કે મેંધર સેક્ટરના નાગરી ટેકરી વિસ્તારમાં સરહદ પાર કર્યા બાદ થોડા જ સમયમાં સતર્ક જવાનોએ તેને ઝડપી લીધો હતો.હોસ્પિટલ લઈ જતા પહેલા જ મૃત્યુવિસ્ફોટ બાદ કેમ્પમાં અફરાતફરી મચી ગઈ હતી. સાથી જવાનો અને અધિકારીઓએ તરત જ બંને ઘાયલ જવાનોને બહાર કાઢી સેનાની 92 બેઝ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જોકે તેમની ઇજાઓ એટલી ગંભીર હતી કે હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.તપાસ શરૂસૈન્ય અને સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી અને તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે આંતરિક તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read more
    Prev Article
    11 Children Killed In Sleep In Pak Strikes On Afghanistan, Claim Taliban
    Next Article
    Stock Market Opening: શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ 410.86 પોઇન્ટ ઉછળ્યો

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment