Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    પહેલા દિવસે જ અફઘાન સામે ભારત ડ્રાઇવિંગ સીટ પર:કેએલ રાહુલ અને કેપ્ટન ગિલની સેન્ચુરી, સાઈ સુદર્શન-રિષભ પંતની ફિફ્ટી; ઈન્ડિયાનો સ્કોર 368/3

    15 hours ago

    1

    0

    ભારતે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના પહેલા દિવસે 3 વિકેટના નુકસાને 368 રન બનાવ્યા છે. મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમ ખાતે ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી. શનિવારે પ્રથમ દિવસના સ્ટમ્પ્સ સુધીમાં ત્યાં સુધીમાં શુભમન ગિલ અને રિષભ પંત અણનમ પરત ફર્યા હતા. કેપ્ટન શુભમન ગિલે અણનમ 103 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલ 100 રન બનાવીને આઉટ થયો હતો. રિષભ પંત 50 રન બનાવીને ક્રિઝ પર અણનમ રહ્યો છે. આ સિવાય સાઈ સુદર્શને 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ સલીમને 2 વિકેટ મળી હતી, જ્યારે ઝિયાઉર રહમાન શરીફીના ખાતામાં એક વિકેટ ગઈ હતી. આ મેચની મુખ્ય વાતો… બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અબ્દુલ મલિક, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેલિયા ખરોટે, ઝિયાઉર રહેમાન શરીફી અને મોહમ્મદ સલીમ સફી.
    Click here to Read more
    Prev Article
    Cockroach Janta Party Protest LIVE: जंतर-मंतर पर खत्म हुआ प्रदर्शन, दीपके बोले- शिक्षा मंत्री इस्तीफा दें नहीं तो…
    Next Article
    शाम के नाश्ते में ब्रेड और सूजी से बनाएं मार्केट जैसा पिज्जा, बच्चों का दिल हो जाएगा खुश, नोट करें रेसिपी

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment