Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    મોટોરોલાનો વોટર પ્રુફ ફોન Edge 70 Pro+ લોન્ચ, 6500mAh બેટરી અને 50MPના ચાર કેમેરા

    1 day ago

    1

    0

    Motorola Edge 70 Pro+ Launch In India: મોટોરોલા કંપનીએ ભારતમાં તેનો લેટેસ્ટ મોટોરોલા એજ 70 પ્રો+ ફોન લોન્ચ કર્યો છે. નવા ફોનમાં Pro મોડલની તુલનાએ ઘણા અપડેટ્સ મળે છે. જેમા વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 50 મેગાપિક્સલના 4 કેમેરા મળે છે. લેટેસ્ટ મોટોરોલા એજ ફોનમાં 6500mAh બેટરી, MediaTek Dimensity 8000 સીરિઝ ચિપસેટ, અને IP68 + IP69 રેટિંગ સાથે આવે છે.  Motorola Edge 70 Pro+ સ્પેસિફિકેશન મોટોરોલા એજ 70 Pro+ ફોનમાં 6.8 ઇંચની 1.5K Extreme AMOLED ડિસ્પ્લે મળે છે, જ 144Hz સુધી રિફ્રેશ રેટ, 100 ટકા DCI P3 કલર ગેમેટ અને HDR10+ સપોર્ટ કરે છે. ફોનની ડિસ્પ્લે 5200 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. મોટોરોલા એજ 70 Pro+ ફોન Water Touch ફીચરથી સજ્જ છે, એટલે કે ભીના હાથે પણ ફોનની ડિસ્પ્લે ટચ રિસ્પોન્સ આપે છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ હેન્ડસેટ વોટરપ્રુફ અને ડસ્ટ ફી ક્ષમતા ધરાવે છે અને તેની માટે IP68 + IP69 રેટિંગ મળ્યું છે. કંપનીનો દાવો છે કે, 1.5 મીટર ઉંડા પાણીમાં પડ્યા બાદ પણ આ મોટોરોલા ફોન સુરક્ષિત રહે છે. તો કસ્ટમરને આ મોબાઇલમાં Gemini અને Circle to Search જેવા ફીચર્સ પણ મળે છે. મોટોરોલા એજ 70 Pro+ ફોનને પાવર આપવા માટે 4nm ઓક્ટા કોર મીડિયાટેક Dimensity 8500 Extreme ચિપસેટ મળે છે, જેના વિશે કંપનીનો દાવો છે કે તે 3.4GHz પીક ક્લોક સ્પીડ પ્રદાન કરે છે. તેની સાથે જ ફોનમં 12GB LPDDR5x RAM અને 256GB UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. Motorola Edge 70 Pro+ કેમેરા ફોટોગ્રાફી માટે મોટોરોલા એજ 70 Pro+ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આવે છે, જેમા Sony LYT-710 સેન્સેર અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન ફીચર વાળો 50MP પ્રાયમરી કેમેરા આવે છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલીફોટો લેન્સ, 3x સુધી ઓપ્ટિક ઝૂમ, 50x સુધી ડિજિટલ ઝૂમ અને OIS સપોર્ટ પણ મળે છે. Your aesthetic deserves Collections™ by motorola.Motorola Edge 70 Pro+ starting at ₹44,999*. Sale starts 11th June. Rush to your nearest reliance digital stores. pic.twitter.com/fqYHP55m0W — Motorola India (@motorolaindia) June 4, 2026 લેટેસ્ટ મોટોરોલા ફોનમાં 112 ડિગ્રી ફિલ્ડ ઓફ વ્યૂ વાળો 50 એમપીનો f/2.0 અલ્ટ્રા વાઇડ લેન્સ મળે છે, જેની સાથે એક ડેડિકેટેડ 2 In 1 લાઇટ સેન્સર પર આવે છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 50 એમપી f/1.9 કેમેરા છે. તે 1.28µm Quad Pixel ટેક્નોલોજ સપોર્ટ કરે છે, જેમા AI ફીચર્સ પણ મળે છે. ઉપરાંત આ ફોનમાં 6500mAh બેટરી છે, જે 90W વાયર્ડ ચાર્જિંગ અને 15W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સાથે 5W વાયર્ડ અને વાયરલેસ રિવર્સ ચાર્જિંગ સપોર્ટ ધરાવે છે.  Motorola Edge 70 Pro+ કિંમત કિંમતની વાત કરીયે તો મોટોરોલા એજ 70 Pro+ ફોન 47999 રૂપિયાની આરંભિક કિંમતે ખરીદી શકાય છે. તેમા 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિયન્ટ મળે છે. ઉપરાંત આ ફોન ખરીદવા પર 3000 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકાય છે, સાથે સાથે એક્સચેન્જ બોનસ બેનિફિટનો પણ લાભ ઉઠાવી શકાય છે. આ પણ વાંચો | શાઓમી 17T ફોન ભારતમાં લોન્ચ, ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને ઘણા AI ફીચર્સ આ ફોનનું વેચાણ 11 જૂનથી Flipkart અને મોટોરોલા ઈન્ડિયાના ઓનલાઇન સ્ટોર પર શરૂ થશે. મોટોરોલા એજ 70 Pro+ ફોન ત્રણ કલર - Pantone Chicory Coffee, Pantone Stormy Sea અને Pantone Zinfandel માં ઉપલબ્ધ છે.
    Click here to Read more
    Prev Article
    क्रेटा से छिन गया नंबर-1 का ताज, इस देसी SUV ने बिक्री में मार ली बाजी; इसे मई में 15,774 लोगों ने खरीदा
    Next Article
    Fridge: ફ્રિજમાં રહેલું આ નાનકડું બટન દબાવતા જ ઓગળી જશે બધો બરફ, લાઈટ બિલમાં પણ થશે મોટો ઘટાડો!

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment