Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Grah Gocahr: મંગળનું ભરણી નક્ષત્રમાં ગોચર, 16 જૂન સુધી આ રાશિએ રહેવુ વધુ સતર્ક

    1 week ago

    1

    0

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક રાશિઓ માટે મંગળનું ભરણી નક્ષત્રમાં રહેવું પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોએ જીવનમાં વિવિધ પડકારોનો સામનો કરવો પડી શકે છે, તેથી ખાસ સાવધાની રાખવાની જરૂર રહેશે. વૃષભ રાશિ મંગળ તમારી રાશિના સ્વામી શુક્રના ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે. અગ્નિતત્વ ધરાવતા મંગળનું આ ગોચર તમારા જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. વધુ ગુસ્સાના કારણે તમારા સંબંધોમાં તણાવ આવી શકે છે. કાર્યસ્થળે વાદ-વિવાદ થવાથી તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે. દાંપત્ય જીવનમાં મતભેદ અથવા અંતરની સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી સાવચેત રહો. ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી મંગળના અશુભ પ્રભાવમાં ઘટાડો થઈ શકે છે. કન્યા રાશિ તમારા માટે મંગળનું આ ગોચર અનુકૂળ નહીં રહે. 16 જૂન સુધી વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખો. સામાજિક જીવનમાં બોલવામાં સંયમ રાખવો જરૂરી રહેશે. આર્થિક રીતે નબળાઈ અનુભવાઈ શકે છે અને બિનજરૂરી ખર્ચ વધવાની શક્યતા છે. આત્મવિશ્વાસ અને પરાક્રમમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ અને તણાવ ઊભો થઈ શકે છે. ઉપાય: લાલ વસ્ત્ર, મસૂરની દાળ અને લાડુનું દાન કરો. વૃશ્ચિક રાશિ આ રાશિના જાતકોએ મંગળના નક્ષત્ર પરિવર્તન બાદ કોઈપણ મોટો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને કારકિર્દીમાં ફેરફાર કરવાનો વિચાર થોડા સમય માટે મુલતવી રાખવો યોગ્ય રહેશે. ધનનું લેવડ-દેવડ પણ ખૂબ વિચારપૂર્વક કરો. વિદ્યાર્થીઓની એકાગ્રતામાં ઘટાડો થઈ શકે છે. મોટા ભાઈ-બહેનો સાથેના મતભેદ માનસિક તણાવનું કારણ બની શકે છે. ઉપાય: હનુમાનજીના મંત્રોનો જપ કરો, તેનાથી સકારાત્મક પરિણામ મળી શકે છે.આ પણ વાંચો: Shul Yog 2026: 14 જૂને રચાશે ખતરનાક શૂલ યોગ, આ રાશિ પર તૂટી પડશે દુ:ખોનો પહાડ(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
    Click here to Read more
    Prev Article
    5 tiny kitchen habits that may be increasing electricity bills quietly
    Next Article
    The Suvendu Effect- Why Bengal Is Debating A Building Again | Kolkata's Historic Landmark | News18

    Related ભક્તિ Updates:

    Comments (0)

      Leave a Comment