Hair Care Tips: સફેદ વાળથી મળશે છુટકારો, ના મહેંદી, ના કલર ઘરે બનાવો નેચરલ હેરડાઈ
3 hours from now
બજારમાં મળતા હેર કલર કે ડાઈ લાંબા ગાળે વાળને ડ્રાય અને ડેમેજ કરી નાખે છે. આજકાલ ખરાબ ખાનપાન અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીના કારણે નાની ઉંમરે લોકોમાં સફેદ વાળ દેખાય છે. આ સમસ્યા દૂર કરવા મોંઘી બ્યુટી પ્રોડક્ટ અને સલૂનની મુલાકાત લે છે. તો કયારેક મહેંદીનો ઉપયોગ કરે છે. સફેદ વાળની સમસ્યાનો ઉકેલ તમારા કિચનમાં જ છે. કિચનમાં રહેલી કોફીનો ઉપયોગ કરીને તમે ઘરે જ નેચરલ હેર ડાઈ તૈયાર કરી શકો છો. આ નુસખો વાળને કાળા કરવાની સાથે તેને અજોડ ચમક પણ આપે છે.નેચરલ હેર ડાઈ કેવી રીતે બનાવવીસફેદ વાળ કરવા નેચરલ હેર ડાઈમાં તમારે ખાસ સામગ્રીની જરૂર પડશે. જેમાં નાઇલીના બીજ (નીલગીરી/કાળા બીજ): ૩-૪ ચમચી, કોફી પાવડર: ૧ ચમચી, એલોવેરા જેલ: ૩ ચમચી, પાણી (ફિલ્ટર કરેલું): ૧ કપ. એક પાત્રમાં એક કપ પાણી લો. તેમાં કોફી પાવડર અને નાઇલીના બીજ ઉમેરીને ગેસ પર ઉકાળવા મૂકો. આ મિશ્રણને ઓછામાં ઓછું ૨ થી ૩ મિનિટ સુધી બરાબર ઉકળવા દો, જેથી કોફી અને બીજનો અર્ક પાણીમાં ભળી જાય. ત્યારબાદ ગેસ બંધ કરી, આ પાણીને ગરણી વડે એક બાઉલમાં ગાળી લો અને થોડું ઠંડું થવા દો. પાણી સહેજ નવશેકું થાય એટલે તેમાં ૩ ચમચી એલોવેરા જેલ ઉમેરીને ચમચી વડે બરાબર મિક્સ કરી લો. જેલ પાણીમાં સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. હવે તમારી ઘટ્ટ પેસ્ટ જેવી નેચરલ હેર ડાઈ તૈયાર છે.હોમ મેડ કોફી ડાઈ લગાવવાની સાચી રીતઆ હોમમેડ ડાઈ વાપરવી ખૂબ જ સરળ છે. તેને લગાવવા માટે તમારે હાથમાં ગ્લોવ્ઝ (મોજા) પહેરવાની પણ જરૂર નથી, કારણ કે તે ત્વચા પર કોઈ ડાઘ છોડતી નથી. આ પેસ્ટને તમારા હાથની મદદથી વાળના મૂળથી લઈને છેડા સુધી સારી રીતે લગાવો. પેસ્ટ લગાવ્યા બાદ તેને ૩૦ મિનિટ સુધી વાળમાં સુકાવા દો. સમય પૂરો થયા પછી વાળને કોઈ સારા શેમ્પૂથી ધોઈ લો. આ ડાઈની ખાસિયત એ છે કે તેમાંથી કેમિકલ જેવી કોઈ દુર્ગંધ આવતી નથી. આ કુદરતી ડાઈ માત્ર વાળને કાળો રંગ જ નથી આપતી, પરંતુ તે સંપૂર્ણપણે કેમિકલ-ફ્રી હોવાથી વાળના હેલ્ધી ગ્રોથ (વિકાસ) ને પણ પ્રોત્સાહન આપે છે.આ પણ વાંચો: Brain Tumor Symptoms: માઈગ્રેન સમજીને મગજના ગાંઠની ન કરો અવગણના, આવી શકે છે ગંભીર પરિણામ
Click here to Read more
