Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IND vs AFG Test: ભારત અફઘાનિસ્તાન સામે 8 વર્ષ બાદ ટેસ્ટ મેચ રમશે, જાણો પિચથી લઈને લાઈવ સ્ટ્રીમિંગની તમામ વિગતો

    1 day ago

    1

    0

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 8 વર્ષના લાંબા ગાળા બાદ ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ જોવા મળવાનો છે. બંને દેશો વચ્ચે 6 જૂનથી એકમાત્ર મેચની ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઈ રહી છે. આ મેચમાં યજમાન ટીમ ઇન્ડિયાને જીત માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ પહેલા જૂન 2018માં એકમાત્ર ઐતિહાસિક ટેસ્ટ મેચ રમાઈ હતી. હવે પૂરા 8 વર્ષના લાંબા ગાળા બાદ આ બંને ટીમો બીજી વખત ટેસ્ટ ફોર્મેટમાં આમને-સામને ટકરાશે. જો તમે પણ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો જાણી લો લાઈવ ટેલિકાસ્ટ, પિચ રિપોર્ટ, હવામાન અને બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવનની સંપૂર્ણ વિગતો. ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે રમાશે મેચ? મેચ ક્યાં રમાશે?: આ ટેસ્ટ મેચ પંજાબના ન્યૂ ચંદીગઢમાં આવેલા 'મહારાજા યાદવેન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ' (મુલ્લાંપુર) ખાતે રમાશે. મેચનો સમય અને ટોસ: મેચની શરૂઆત ભારતીય સમય અનુસાર સવારે 9:30 વાગ્યે થશે, જ્યારે ટોસ સવારે 9 વાગ્યે કરવામાં આવશે. ટીવી પર લાઈવ પ્રસારણ: આ મેચનું ટીવી પર લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports Network) પર જોવા મળશે.  લાઈવ સ્ટ્રીમિંગ: જો તમે મોબાઈલ કે લેપટોપ પર મેચ જોવા માંગો છો, તો તેનું લાઈવ સ્ટ્રીમિંગ જીઓ હોટસ્ટાર (Jio Hotstar) એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. મુલ્લાંપુર પિચ રિપોર્ટ: બેટ્સમેન કે બોલર, કોને મળશે મદદ? ન્યૂ ચંદીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમની પિચ કાળી માટીમાંથી બનાવવામાં આવી છે. આ પિચની ખાસિયત એ છે કે અહીં બેટ્સમેનો અને બોલરો બંનેને સમાન તક મળવાની આશા છે. કાળી માટીના કારણે મેચના શરૂઆતના કલાકોમાં ફાસ્ટ બોલરોને સારો બાઇન્સ મળી શકે છે, જેથી તે શરૂઆતમાં ઘાતક સાબિત થશે. જેમ જેમ રમત આગળ વધશે તેમ પિચ બેટિંગ માટે વધુ સાનુકૂળ અને ઉત્તમ બનતી જશે. સમય પસાર થવાની સાથે પિચ ધીમી પડી શકે છે, જેના કારણે સ્પિનરોને વધુ ટર્ન અને ગ્રીપ મળશે, એટલે કે સ્પિન બોલરોને મદદ મળશે.  કેવું રહેશે હવામાન? મુલ્લાંપુર ટેસ્ટના પહેલા દિવસે હવામાન એકંદરે ગરમ અને સૂકું રહેવાની સંભાવના છે. બપોરના સમયે તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ આશરે 32 ટકા જેટલું રહેશે. સવારના સમયે હળવા વાવાઝોડા કે આંધીની આશંકા છે, પરંતુ દિવસ આગળ વધતાં હવામાન સાફ થઈ જશે. મેચ દરમિયાન વરસાદના કારણે કોઈ મોટી અડચણ આવવાની શક્યતા નહિવત છે. બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન (Probable Playing 11) આ ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાની કમાન યુવા સ્ટાર બેટ્સમેન શુભમન ગીલ સંભાળી રહ્યો છે, જ્યારે અફઘાનિસ્તાન ટીમનું નેતૃત્વ હશમતુલ્લાહ શાહિદી કરી રહ્યો છે.  ભારતની સંભવિત પ્લેઇંગ 11 યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગીલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન સંભવિત પ્લેઇંગ 11 રહમાનુલ્લાહ ગુરબાજ (વિકેટકિપર), સેદિકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઈકરામ અલીલિખ, અજમતુલ્લાહ ઉમરજાઇ, શરાફુદ્દીન અશરફ, નાંગ્યાલ ખારોતાઈ, કૈસ અહમદ, બિલાલ સામી અને સલીમ સફી ટેસ્ટ મેચ માટે બંને ટીમની સંપૂર્ણ સ્ક્વોડ ભારતીય ટીમ: શુભમન ગીલ (કેપ્ટન), , કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), સાઈ સુદર્શન, ઋષભ પંત (વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, માનવ સુથાર, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ (વિકેટકીપર). ભારત વિ અફઘાનિસ્તાન : રોહિત શર્માનું વન-ડે શ્રેણીમાં રમવા પર સસ્પેન્સ અફઘાનિસ્તાનની ટીમ: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અબ્દુલ મલિક, સોદિકુલ્લાહ અટલ, રહમત શાહ, રહમાનુલ્લાહ ગુરબાજ, રહમાનુલ્લાહ જાદરાન, અફસર જજઇ (વિકેટકિપર), ઇકરામ અલિખિલ (વિકેટકિપર), અજમતુલ્લાહ ઉમરજઇ, શરાફુદ્દીન અશરફ, નાંગ્યાલ ખારોતાઈ, કૈસ અહમદ, બિલાલ સામી, જિયા શરીફી, સલીમ સફી
    Click here to Read more
    Prev Article
    Hai Jawani Toh Ishq Hona Hai Review: हंसाते-हंसाते लोटपोट कर देगी फिल्म, वरुण धवन हैं इस मूवी के सरप्राइज पैकेज, पढ़ें रिव्यू
    Next Article
    गिल बनाम अफगानिस्तान:पूरी अफगान टीम से 455 रन ज्यादा बना चुके हैं शुभमन; सिराज ने अकेले झटके 10 गुना से अधिक विकेट

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment