Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    LSG Vs PBKS Updated: પંજાબ કિંગ્સે લખનૌને 7 વિકેટે હરાવ્યું

    3 weeks ago

    1

    0

    IPL 2026ની 68મી મેચમાં પંજાબ કિંગ્સની મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સાથે થયો. આ મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સે શ્રેયસ ઐયરની સદીના આધારે 18 ઓવરમાં આ ટાર્ગેટ સરળતાથી પ્રાપ્ત કરી લીધો. ઐયરે 51 બોલમાં 101 રનની અણનમ ઈનિંગ રમી હતી. પહેલા બેટિંગ કરતા લખનૌની શરૂઆત સારી રહી ન હતી. જોશ ઈંગ્લિસે પહેલી ઓવરમાં 16 રન બનાવ્યા હતા, પરંતુ બીજી ઓવરના પહેલા બોલ પર અર્શીન કુલકર્ણી ગોલ્ડન ડક પર આઉટ થઈને મોટો ઝટકો પડ્યો હતો. 20 રનના સ્કોર પર ટીમને બીજો ઝટકો લાગ્યો હતો જ્યારે નિકોલસ પૂરન 7 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ જોશ ઈંગ્લિસ અને આયુષ બદોનીએ 23 બોલમાં 49 રનની પાર્ટનરશીપ સાથે ઈનિંગને સ્થિર કરી હતી. બદોની કમનસીબે 18 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ પંત અને ઈંગ્લિસે 43 બોલમાં 65 રનની પાર્ટનરશીપ કરી હતી. આ મેચમાં લખનૌ માટે જોશ ઈંગ્લિસ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો, તેને 44 બોલમાં 72 રન બનાવ્યા હતા જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થતો હતો. રન ચેઝમાં પંજાબને ઈનિંગના પહેલા જ બોલ પર પ્રિયાંશ ગોલ્ડન ડક પર આઉટ થયો ત્યારે તેનો પહેલો ઝટકો પડ્યો. ત્યારબાદ કૂપર કોનોલી 18 રન બનાવીને આઉટ થયો. બે ઝડપી વિકેટ ગુમાવ્યા બાદ, શ્રેયસ ઐયર અને પ્રભસિમરન સિંહે ઈનિંગને સ્થિર કરી. તેમને ત્રીજી વિકેટ માટે 76 બોલમાં 140 રનની પાર્ટનરશીપ કરી. આ પાર્ટનરશીપે પંજાબની જીત લગભગ સુનિશ્ચિત કરી દીધી. શ્રેયસ ઐયરે આ મેચમાં કેપ્ટનની ઈનિંગ રમી, 51 બોલમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારીને અણનમ 101 રન બનાવ્યા. પ્રભસિમરન સિંહ 39 બોલમાં 69 રન બનાવીને આઉટ થયા. આ જીત સાથે, પંજાબ પ્લેઓફની રેસમાં યથાવત છે.
    Click here to Read more
    Prev Article
    Rajat Patidarએ IPLમાં હાંસલ કરી મોટી સિદ્ધિ, ખાસ ક્લબમાં શાનદાર એન્ટ્રી
    Next Article
    IPL 2026 Points Table With Net Run-Rate: PBKS' Playoff Hopes Alive; DC Eliminated From Top 4 Race

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment