IPL 2026માં રજત પાટીદારનું બેટ સતત ધૂમ મચાવી રહ્યું છે. આ દરમિયાન RCB ના કેપ્ટને એક શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે, જેના કારણે તેને એક વિશિષ્ટ ક્લબમાં સ્થાન મળ્યું છે. રજત પાટીદારે IPL માં સૌથી ઝડપી ગતિએ 100 છગ્ગા પૂરા કરવાના મામલામાં દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેઈલને પાછળ છોડી દીધો છે. રજત પાટીદારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની હાઈ-સ્કોરિંગ મેચમાં આ મોટી સિદ્ધિ હાંસલ કરી. તેને માત્ર 933 બોલમાં 100 IPL છગ્ગા પૂરા કર્યા અને ગેઈલને પાછળ છોડી દીધો. આ લિસ્ટમાં આન્દ્રે રસેલ ટોપ પર છે. આન્દ્રેરસેલ સૌથી ઓછા બોલમાં 100 IPL છગ્ગા પૂરા કરવાનો સિદ્વિ ધરાવે છે. IPLમાં સૌથી ઓછા બોલમાં 100 છગ્ગા ફટકારનાર બેટ્સમેન 657 બોલ - આન્દ્રે રસેલ 884 બોલ - નિકોલસ પૂરન 933 બોલ - રજત પાટીદાર 943 બોલ - ક્રિસ ગેઈલ 950 બોલ - સુનીલ નારાયણ આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે આરસીબી માટે 256 રનનો વિશાળ ટાર્ગેટ રાખ્યો હતો. હૈદરાબાદ માટે અભિષેક શર્માએ 22 બોલમાં 56 રન, ઈશાન કિશને 44 બોલમાં 79 રન અને હેનરિક ક્લાસેને 24 બોલમાં 51 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. વિશાળ ટાર્ગેટનો પીછો કરતા આરસીબીની શરૂઆત સારી ન હતી, પરંતુ કેપ્ટન રજત પાટીદારે જવાબદારી સંભાળી હતી. તેને 39 બોલમાં 56 રનની શાનદાર ઈનિંગ રમી અને કૃણાલ પંડ્યા સાથે 84 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશીપ કરી. આ દરમિયાન તેને તેની 100મી આઈપીએલ સિક્સર ફટકારી અને ગેઈલથી આગળ નીકળી ગયો. પરંતુ રજત પાટીદાર તેની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ ગયો. IPL 2026માં 30 થી વધુ છગ્ગા ફટકાર્યા તમને જણાવી દઈએ કે રજત પાટીદારની આક્રમક સ્ટાઈલ IPL 2026માં ફેન્સનું દિલ જીતી રહી છે. સ્પિન અને ઝડપી બોલિંગ બંને સામે તેની નિર્ભય બેટિંગે તેને લીગના સૌથી ખતરનાક મિડલ-ઓર્ડર બેટ્સમેનોમાંનો એક બનાવ્યો છે. તેને આ સિઝનમાં 32 છગ્ગા ફટકાર્યા છે. તે IPL 2026માં સૌથી વધુ છગ્ગા મારનારા ટોપ 6 બેટ્સમેનોમાંથી એક છે. IPL 2026માં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી - 53 અભિષેક શર્મા - 43 રાયન રિકેલ્ટન - 37 મિશેલ માર્શ – 36 કૂપર કોનોલી - 32 રજત પાટીદાર – 32 આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?
Click here to Read more

