Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Samosa-VadaPav સહિત અન્ય ફૂડની વસ્તુઓને લઈને બદલાયો નિયમ, જો ભૂલ કરી તો થઈ શકે છે જેલ

    3 hours from now

    1

    0

    જો તમે પણ રસ્તા કિનારે મળતા વડા-પાવ, સમોસા, ભજિયા અથવા ચાટ જેવી ખાદ્ય વસ્તુઓ અખબારમાં લપેટીને ખાવાનું પસંદ કરતા હો તો હવે સાવચેત રહેવાની જરૂર છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ ખાદ્ય પદાર્થોને અખબારમાં પેક કરવા અથવા પીરસવા પર કડક પ્રતિબંધ મૂક્યો છે અને દેશભરના ફૂડ બિઝનેસ ઓપરેટરો, રેસ્ટોરન્ટ્સ, સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ અને કેટરર્સને આ અંગે ચેતવણી આપી છે.આ નિયમ કોને લાગુ પડશે? આ નિર્ણય મુંબઈમાં થયેલી એક કાર્યવાહી બાદ લેવામાં આવ્યો છે. શહેરના એક જાણીતા વડા-પાવ વેચનાર દ્વારા ગ્રાહકોને અખબારમાં ખાવાનું પીરસાતું અને પેક કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ FSSAIના પશ્ચિમ ક્ષેત્રના અધિકારીઓ અને BMCએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમ સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ, રેસ્ટોરન્ટ્સ, ક્લાઉડ કિચન, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ, કેટરર્સ, ફૂડ સ્ટોલ, નાના વેપારીઓ, મોબાઇલ ફૂડ વેન્ડર્સ અને હોકર્સ સહિત તમામ ખાદ્ય વ્યવસાયોને લાગુ પડે છે. અખબારમાં ખાવાનું કેમ જોખમી? FSSAIના જણાવ્યા મુજબ અખબારની છાપકામમાં વપરાતી શાહી (ઇન્ક)માં અનેક હાનિકારક રસાયણો, રંગદ્રવ્યો અને સીસા જેવી ભારે ધાતુઓ હોય છે. જ્યારે ગરમ ખાદ્ય પદાર્થ અખબારના સંપર્કમાં આવે છે ત્યારે આ રસાયણો ખોરાકમાં ભળી શકે છે. લાંબા સમય સુધી આવા દૂષિત ખોરાકનું સેવન કરવાથી શરીરમાં ઝેરી તત્વો એકત્રિત થઈ ગંભીર બીમારીઓનું જોખમ વધે છે. આ ઉપરાંત અખબાર અનેક લોકોના હાથમાંથી પસાર થતો હોવાથી તેમાં ધૂળ, ગંદકી, બેક્ટેરિયા અને વાયરસ પણ હોઈ શકે છે. આવા અખબારમાં ખોરાક રાખવાથી ફૂડ પોઈઝનિંગ અને પેટ સંબંધિત અન્ય ગંભીર રોગો ફેલાવાની શક્યતા વધી જાય છે. નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી FSSAIએ જણાવ્યું છે કે ફૂડ સેફ્ટી નિયમ હેઠળ ખોરાકને અખબારમાં રાખવો, લપેટવો અથવા પેક કરવો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ગ્રાહકોને પણ સતર્ક રહેવા અને આવી પ્રવૃત્તિ જોવામાં આવે તો ફરિયાદ કરવાની અપીલ કરવામાં આવી છે. નિયમોના કડક અમલ માટે FSSAI અને રાજ્યના ખાદ્ય સુરક્ષા વિભાગો દ્વારા સતત નિરીક્ષણ અને અચાનક તપાસ હાથ ધરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો : CJP Protest : કોકરોચ જનતા પાર્ટીની શું છે મુખ્ય 5 માગણી? શું ઈચ્છી રહ્યા છે યુવાનો?
    Click here to Read more
    Prev Article
    150 students of aided school in Kerala's Wayanad fall ill, 38 hospitalised: What led to the health crisis?
    Next Article
    शिल्पा शिंदे पर सीएम फडणवीस से कानूनी कार्रवाई की मांग:प्रोड्यूसर पर सेक्सुअल हैरेसमेंट के झूठे आरोप लगाए; शिल्पा का पोस्ट- 'जो उखाड़ना है उखाड़ लो'

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment