Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Skin Tips: ત્વચા અને વાળ માટે વરદાન રૂપ છે નારિયેળ તેલ અને વિટામિન E

    2 hours from now

    1

    0

    ત્વચા અને વાળની સંભાળ રાખવા માટે લોકો હંમેશા કુદરતી ઉપાયો શોધતા હોય છે. જેમાં નારિયેળ તેલ અને વિટામિન E નું મિશ્રણ અત્યંત અસરકારક અને આશીર્વાદરૂપ સાબિત થાય છે. આ બંને ઘટકોના સંયોજનમાં એવા પોષક તત્વો રહેલા છે જે ત્વચાને લાંબા સમય સુધી જવાન રાખે છે અને વાળને મજબૂત બનાવે છે.ત્વચા માટેના ચમત્કારી ફાયદાત્રીસ વર્ષની ઉંમર પછી ત્વચામાં કોલેજનનું પ્રમાણ ઘટવા લાગે છે, જેના કારણે કરચલીઓ અને ફાઇન લાઇન્સ દેખાવા લાગે છે. વિટામિન E એક શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે, જે મુક્ત રેડિકલ્સ સામે લડીને વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે. રાત્રે સૂતા પહેલા આ મિશ્રણ લગાવવાથી ત્વચામાં કુદરતી ચમક આવે છે. આ સિવાય, તે ફાટેલી એડીઓને નરમ બનાવવામાં પણ મદદરૂપ થાય છે. નારિયેળ તેલના ફેટી એસિડ ત્વચામાં ઊંડે સુધી જઈને પોષણ આપે છે, જ્યારે વિટામિન E તિરાડોને મટાડવાનું કામ કરે છે. ઉનાળામાં થતા સનબર્ન, બળતરા અને ડાઘ-ધબ્બા દૂર કરવા માટે પણ આ મિશ્રણ ખૂબ જ રાહતદાયક છે.વાળની મજબૂતી માટે ઉપયોગીવાળના સ્વાસ્થ્ય માટે નારિયેળ તેલ અને વિટામિન E નું કોમ્બિનેશન શ્રેષ્ઠ છે. નારિયેળ તેલમાં રહેલું લૌરિક એસિડ વાળના મૂળ (ફોલિકલ્સ) માં ઊંડે સુધી જઈને પ્રોટીનનું નુકસાન અટકાવે છે. બીજી તરફ, વિટામિન E ખોપરી ઉપરની ચામડી (સ્કેલ્પ) માં રક્ત પરિભ્રમણ વધારે છે. જ્યારે વાળના મૂળને પૂરતું લોહી અને પોષણ મળે છે, ત્યારે વાળનો વિકાસ ઝડપી થાય છે અને વાળ મૂળમાંથી મજબૂત બને છે.ઉપયોગ કરવાની સાચી પદ્ધતિવાળ માટે: બે ચમચી કોલ્ડ-પ્રેસ્ડ નાળિયેર તેલ લો અને તેમાં બે વિટામિન E કેપ્સ્યુલનું પ્રવાહી મિક્સ કરો. આ મિશ્રણને હળવા હાથે સ્કેલ્પ અને વાળની લંબાઈ પર લગાવો. એક કલાક પછી હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં એક કે બે વાર કરી શકાય છે.ત્વચા માટે: રાત્રે સૂતા પહેલા બે ચમચી નાળિયેર તેલમાં એક વિટામિન E કેપ્સ્યુલ મિક્સ કરો. તેને ચહેરા કે જરૂરિયાતવાળા ભાગ પર લગાવો. આ એક પ્રકારના નાઈટ સીરમ તરીકે કામ કરશે અને સવારે તમારી ત્વચા વધુ નરમ અને તાજી દેખાશે.આ એક કુદરતી અને સસ્તો ઉપાય છે, પરંતુ જો તમારી ત્વચા અત્યંત સંવેદનશીલ (sensitive) હોય, તો તેનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ અવશ્ય કરવો જોઈએ. નિયમિત અને સાચી પદ્ધતિથી આ મિશ્રણનો ઉપયોગ કરવાથી તમને ટૂંક સમયમાં જ સકારાત્મક પરિણામો જોવા મળશે.આ પણ વાંચોઃ WhatsApp પર AI કસ્ટમર કેર નથી ને? ચેટિંગ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
    Click here to Read more
    Prev Article
    TMC crisis LIVE: Sushmita Dev's Rajya Sabha, party exit adds to back-to-back jolts for Mamata Banerjee
    Next Article
    'बिरयानी के 370 वसूलूंगा' कहने वाले शख्स की नौकरी गई:कंपनी ने लिया एक्शन, विवाद के बीच प्रणित मोरे ने डिलीट किया इंस्टाग्राम अकाउंट

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment