Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ભારતે ત્રીજો U-18 હોકી એશિયા કપ જીત્યો:જાપાનને 4-1થી હરાવ્યું; આશિષની સતત બીજી હેટ્રિક; મહિલા ટીમને બ્રોન્ઝ મળ્યો

    2 hours ago

    1

    0

    ભારતે ત્રીજો U-18 હોકી એશિયા કપ જીતી લીધો છે. ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને ફાઇનલમાં 4-1થી હરાવ્યું. આ પહેલા ભારતે 2001 અને 2016માં ટાઇટલ પોતાના નામે કર્યું હતું. શનિવારે જાપાનના કાકામિગાહારામાં આશિષ તાની પુર્તીએ હેટ્રિક ફટકારી. કેપ્ટન કેતન કુશવાહાએ પણ એક ગોલ કર્યો. આ પહેલા પાકિસ્તાન સામેની સેમિફાઇનલમાં પણ આશિષે હેટ્રિક ફટકારીને 4 ગોલ કર્યા હતા. જ્યારે પાકિસ્તાને મલેશિયાને હરાવીને ત્રીજું સ્થાન નિશ્ચિત કર્યું. બીજી તરફ, વિમેન્સ ટીમે સાઉથ કોરિયાને 3-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. આ કેટેગરીમાં ચીને ગોલ્ડ પોતાના નામે કર્યો. PM મોદીએ ભારતીય જુનિયર હોકી ટીમોને અભિનંદન પાઠવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુરુષ અને મહિલા બંને ભારતીય U-18 હોકી ટીમોને એશિયા કપ 2026માં શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા. તેમણે મહિલા ટીમને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે આખી ટુર્નામેન્ટમાં ટીમે શાનદાર જુસ્સો અને લડાયકતા બતાવી. આ સિદ્ધિ ભારતીય મહિલા હોકીની વધતી તાકાત અને ખેલાડીઓની અપાર ક્ષમતા દર્શાવે છે. પુરુષ ટીમને અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય ખેલાડીઓએ આખી ટુર્નામેન્ટમાં ઉત્તમ કૌશલ્ય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું, જેનું પરિણામ ફાઇનલમાં યાદગાર જીત તરીકે સામે આવ્યું. 3-3 લાખ રૂપિયા મળશે ખિતાબ જીત્યા બાદ હોકી ઇન્ડિયાએ મેન્સ ટીમના દરેક ખેલાડીને ત્રણ-ત્રણ લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને દોઢ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી. એ જ દિવસે બ્રોન્ઝ જીતનાર ભારતીય મહિલા ટીમના ખેલાડીઓને એક-એક લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 50 હજાર રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી. આશિષ ટુર્નામેન્ટના ટોપ સ્કોરર આશિષને ફાઇનલમાં શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. તે 17 ગોલ સાથે ટુર્નામેન્ટનો ટોપ સ્કોરર પણ રહ્યો. ગોલકીપર આયુષ રજકને ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ ગોલકીપર પસંદ કરવામાં આવ્યો. મહિલા સ્પર્ધામાં ભારતની નૌશીન નાઝ 12 ગોલ સાથે ટોપ સ્કોરર રહી. જાપાન તરફથી માત્ર એક ગોલ થયો આશિષ તાની પુર્તીએ બીજા, 28મા અને 34મા મિનિટમાં ગોલ કર્યા. કેતન કુશવાહાએ 30મા મિનિટમાં ગોલ કર્યો. જાપાન માટે એકમાત્ર ગોલ નુમાદા ગાકુએ 52મા મિનિટમાં પેનલ્ટી સ્ટ્રોક પર કર્યો. અહીંથી ફાઇનલ મેચ રિપોર્ટ પ્રથમ 90 સેકન્ડની અંદર ભારતીય ટીમને પેનલ્ટી કોર્નર મળ્યો અને આશિષે તેને ગોલમાં ફેરવીને ભારતને 1-0ની લીડ અપાવી. બીજા ક્વાર્ટરમાં જાપાને દબાણ બનાવ્યું અને પોતાનો પ્રથમ પેનલ્ટી કોર્નર પણ મેળવ્યો, પરંતુ બરાબરીનો ગોલ કરી શક્યું નહીં. ત્યારબાદ 28મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો અને આશિષે સ્કોર 2-0 કરી દીધો. ભારતે લીડને વધુ મજબૂત કરતા હાફ ટાઈમ પહેલા જ ત્રીજો ગોલ કર્યો. કેપ્ટન કેતન કુશવાહાએ 30મી મિનિટે ગોલ કરીને ભારતને 3-0થી આગળ કરી દીધું. ત્રીજા ક્વાર્ટરમાં ભારતને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો. 34મી મિનિટે આશિષે હેટ્રિક પૂરી કરી અને ભારતને 4-0ની મજબૂત લીડ અપાવી. છેલ્લા ક્વાર્ટરમાં જાપાને વાપસી કરવાનો પ્રયાસ કર્યો. 52મી મિનિટે નુમાડા ગાકુએ પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરીને અંતર 4-1 કરી દીધું. ત્યારબાદ જાપાનને વધુ ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ ભારતીય ડિફેન્સે કોઈ વધુ ગોલ થવા દીધો નહીં અને ટીમે ખિતાબ પોતાના નામે કરી લીધો.
    Click here to Read more
    Prev Article
    Aaj Ka Tarot Rashifal, 7 June 2026: मिथुन पर आएंगे 3 संकट, सिंह को मिलेगा सुनहरा मौका, धनु की शुरू होगी लव स्टोरी! जानें आज का टैरो राशिफल
    Next Article
    Sanjay needed a shock to get over his drug addiction, said Rajiv Rai after removing him from Yudh

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment