Varun Dhavanની "હૈ જવાની તો ઇશ્ક હોના હૈ"નો બોક્સ ઓફિસ પર ચાલ્યો જાદુ, 1s Dayએ ₹7.50 કરોડની કમાણી
2 hours from now
બોલીવુડ માટે અત્યારે સારો સમય ચાલી રહ્યો છે. રણવીર સિંહની ધુરંધર જેવી એકશન ફિલ્મ કે અક્ષયની હોરર કોમેડી ભૂત બંગલા હોય દર્શકો સારી ફિલ્મો જોવા જરૂર થિયેટરમાં જાય છે. હાલમાં જ વરુણ ધવનની મોસ્ટ અવેટેડ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ "હૈ જવાની તો ઇશ્ક હોના હૈ" આખરે 5 જૂને થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. બોક્સ ઓફિસ પર અન્ય મોટી ફિલ્મોની ટક્કર હોવા છતાં, આ ફિલ્મે ઓપનિંગ ડે પર જોરદાર પ્રદર્શન કરીને ધમાકેદાર શરૂઆત કરી છે.બોક્સ ઓફિસ પર ત્રિપાંખીયા જંગઆ શુક્રવારે બોક્સ ઓફિસ પર મોટો મુકાબલો જોવા મળ્યો હતો. "હૈ જવાની તો ઇશ્ક હોના હૈ" ની સીધી ટક્કર બોબી દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ "બંદર" અને સાઉથના સુપરસ્ટાર રામ ચરણની ફિલ્મ "પેડ્ડી" સાથે થઈ હતી. બોબી દેઓલની 'બંદર' એક તદ્દન અલગ ઝોનરની ફિલ્મ છે. રામ ચરણની 'પેડ્ડી' દક્ષિણ ભારતમાં મજબૂત પ્રદર્શન કરી રહી છે. આમ છતાં, વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડેની ત્રિપુટી દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવામાં સફળ રહી છે. ઓપનિંગ ડે પર ફિલ્મ કરોડોની કમાણી કરી. જે બતાવે છે કે દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહી.પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શનપ્રખ્યાત ડાયરેક્ટર ડેવિડ ધવનની સિગ્નેચર શૈલીમાં બનેલી આ ફિલ્મને રિલીઝના પહેલા દિવસે દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ઓપનિંગ ડેના દિવસે "હૈ જવાની તો ઇશ્ક હોના હૈ"એ ભારતમાં પહેલા દિવસે ₹૭.૫૦ કરોડની શાનદાર કમાણી કરી છે. જયારે રિલીઝના પહેલા દિવસે ફિલ્મની કુલ ઓક્યુપન્સી ૧૭.૦ ટકા નોંધાઈ હતી. આ ફિલ્મને વીકેન્ડ (શનિવાર અને રવિવાર) દરમિયાન ફિલ્મની કમાણીમાં હજુ મોટો ઉછાળો આવે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.બનાવ્યો વર્ષનો પાંચમો સૌથી મોટો રેકોર્ડથિયેટરોમાં નવી અને જૂની ફિલ્મોની ભીડ વચ્ચે પણ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાનો સિક્કો જમાવ્યો છે. પહેલા જ દિવસે ₹૭.૫૦ કરોડની કમાણી સાથે આ ફિલ્મ વરુણ શર્મા અભિનીત ફિલ્મ "એક્કીસ" ના ₹૭.૨૮ કરોડના કલેક્શનને પાછળ છોડી દીધું છે. આ સાથે જ "હૈ જવાની તો ઇશ્ક હોના હૈ" ચાલુ વર્ષની ૫મી સૌથી મોટી ઓપનિંગ કરનારી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે.આ પણ વાંચો : Disaster Movie : એ ફ્લોપ ફિલ્મ જેના પછી ક્યારેય સાથે ન જોવા મળી સંજય દત્ત અને ઐશ્વર્યા રાયની જોડી!
Click here to Read more
