Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Vasi Rotli ni Recipe: વાસી રોટલીમાંથી બનાવો મસાલેદાર શાક, બાળકો આંગળા ચાટવા લાગશે

    3 hours from now

    1

    0

    જૂનની આ આકરી ગરમીમાં રસોડામાં લાંબો સમય ઊભા રહીને રસોઈ બનાવવી કોઈ સજાથી કમ નથી લાગતી. આવા સમયે દરેક વ્યક્તિ એવું કંઈક શોધે છે જે ઝડપથી, સ્વાદિષ્ટ અને બિલકુલ ઓછી મહેનતે બની જાય. બીજી તરફ, ઉનાળામાં ઘણીવાર બપોર કે રાતની રોટલીઓ બચી જતી હોય છે, જેને લોકો નકામી સમજીને ફેંકી દે છે. પરંતુ હવે બચેલી રોટલીને ફેંકવાની ભૂલ બિલકુલ ન કરતા! આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બચેલી રોટલીનો એક એવો શાનદાર અને સ્વાદિષ્ટ મેકઓવર, જેને ખાધા પછી કોઈ કહી જ નહીં શકે કે આ વાસી રોટલીમાંથી બનેલી વાનગી છે. વાસી રોટલીમાંથી બનાવો કંઈક નવુંવાસી રોટલીમાંથી કંઈક નવું અને ચટાકેદાર ખાવું હોય તો તમને આ લેખ જરૂર ટીપ્સ આપશે. સામાન્ય રીતે વાસી રોટલીને લોકો વઘારીને ખાવાનો આનંદ માણે છે. પરંતુ આજે તમને વાસી રોટલીમાંથી શાકભાજી પણ બને તેની ટીપ્સ જણાવીશું. જયારે ઘરમાં શાક ના હોય અને સવારની રોટલી વધી હોય તો આ ટીપ્સ જરૂર તમને કામ લાગશે. વાસી રોટલીનું શાક ફટાફટ બનશે. માત્ર 5 મિનિટમાં તૈયાર થતી આ ‘રોટલીની મસાલેદાર સૂકી સબ્જી’ નાનાથી લઈને મોટા દરેક વ્યક્તિ આંગળીઓ ચાટતા રહી જાય તેવી ટેસ્ટી બને છે. જાણો વાસી રોટલીમાંથી શાક બનાવવાની સરળ રીત.વાસી રોટલીના શાક માટે સામગ્રીવાસી રોટલી: ૩-૪ (નાના ટુકડા કરેલી)ડુંગળી: ૧ (બારીક સમારેલી)ટામેટું: ૧ (બારીક સમારેલું)લીલા મરચાં: ૨ (બારીક સમારેલા)મીઠો લીમડો (કઢી પત્તા): ૫-૬ પાનરાઈ અને જીરું: અડધી ચમચીમસાલા: હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું અને ગરમ મસાલો (સ્વાદ મુજબ)મીઠું: સ્વાદ મુજબતેલ: ૧ થી ૨ ચમચીલીંબુનો રસ: ૧ ચમચીકોથમીર: બારીક સમારેલી (સજાવટ માટે)વાસી રોટલીનું શાક બનાવવાની સરળ સ્ટેપ-બાય-સ્ટેપ રીતસૌપ્રથમ બચેલી વાસી રોટલીના હાથથી નાના-નાના ટુકડા કરી લો. જો તમે ઈચ્છો તો તેને મિક્સરના મોટા જારમાં નાખીને પલ્સ મોડ પર હળવા હાથે ફેરવીને બરછટ ભૂકો (ચૂરમો) પણ તૈયાર કરી શકો છો. હવે ગેસ પર એક કડાઈ કે તપેલી મૂકીને તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને મીઠો લીમડો ઉમેરીને તતડાવો. ત્યારબાદ બારીક સમારેલા લીલા મરચાં અને ડુંગળી ઉમેરીને ડુંગળી હળવી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં સમારેલા ટામેટાં ઉમેરો. સાથે જ હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. ટામેટાં એકદમ ગળી જાય અને મસાલામાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને ચડવા દો. મસાલો બરાબર પાકી જાય એટલે તેમાં રોટલીના ટુકડા ઉમેરો અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લો. જો તમને આ મિશ્રણ વધુ પડતું સૂકું લાગે, તો ઉપરથી થોડા પાણીના છાંટા મારો અને ધીમા તાપે ઢાંકણ ઢાંકીને ૨ મિનિટ માટે સીઝવા (ચડવા) દો. છેલ્લે ગેસ બંધ કરી દો. હવે ઉપરથી ગરમ મસાલો, લીંબુનો રસ અને પુષ્કળ બારીક સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરો. તમારી ગરમાગરમ, ખાટી-મીઠી અને મસાલેદાર રોટલીની સૂકી સબ્જી તૈયાર છે!
    Click here to Read more
    Prev Article
    Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 73,832 અંકે બંધ
    Next Article
    कल्याण बनर्जी का अल्टीमेटम- ममता मुझे चुनें या अभिषेक को:TMC के तीसरे राज्यसभा सांसद का इस्तीफा; दावा- 20 लोकसभा सांसद अलग गुट बना चुके

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment