Weekly Horoscope: આગામી સપ્તાહ કેટલુ રહેશે તમારા માટે ખાસ જાણીલો સાપ્તાહિક રાશિફળ
3 weeks ago
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે. મેષ (અ.લ.ઈ.) આશાવાદી સંકેતો મળવાથી હકારાત્મક વિચારોથી શાંતિ મળે, નાણાભીડનો ઉકેલ દેખાય. કોઈ જૂના લેણાં મળે. મિત્ર યા અન્ય માર્ગે મદદ મેળવી શકો. કામકાજો આડેના અવરોધો દૂર થાય અને પ્રગતિની દિશા ખૂલે, નોકરી- વ્યવસાયના પ્રશ્નો, જમીન-વાહન સંપત્તિની સમસ્યાનો હલ મળે, ગૃહજીવનમાં મનમેળ, લાગણી દ્વારા સર્જી શકશો, કુટુંબીજનની મદદ, તબિયત બગડી હોય તો સુધરે, પ્રવાસમાં સાનુકૂળતા. વૃષભ (બ.વ.ઉ.) માનસિક, ચિંતા-તણાવ દૂર થાય, યોગ-ધાર્મિક માર્ગથી સુખ, નાણાકીય પ્રતિકૂળતામાંથી બહાર આવવાનો માર્ગ મળે, લાભદાયી સંજોગો સર્જાય, ખર્ચ વધતું લાગે, નોકરીની બાબતો ગૂંચવાઈ હોય તો ઉકેલ મળી રહે, કોઈ સાનુકૂળ તક સર્જાય, જમીન-વાહન વગેરે બાબત માટે સાનુકૂળતા, દાંપત્યજીવન-કૌટુંબિક બાબતોથી સંવાદિતા, મનમેળ, આનંદ, આરોગ્ય સાચવવું, પ્રવાસ ફળે. મિથુન (ક.છ.ઘ.) ચિંતા-અશાંતિનો બોજ ધીમે ધીમે હળવો બનતો જણાય, આશાનું કિરણ ચમકે, નાણાકીય બાબતો ગૂંચવાયેલી હોય તો તેનો હલ મળે, નવી વધારાની આવકનો માર્ગ ખૂલે, ખર્ચ ઘટાડવા, મકાન-વાહન ઇત્યાદિ કામકાજોમાં સફળતા સાંપડે, નોકરી અંગેની સમસ્યા હલ થાય, વેપાર-ધંધાથી લાભ, કૌટુંબિક બાબતોનો હલ મળે, કોઈ કાર્ય અંગે સાનુકૂળતા, સ્વજનનો સંગાથ, આરોગ્ય સુધરે, પ્રવાસ મજાનો. કર્ક (ડ.હ.) આપના અંતઃકરણમાં કોઈ ઉચાટની લાગણીનો અનુભવ થાય, ચેન ખોવું પડે, નાણાકીય સમસ્યાઓથી ઘેરાયેલા અને આવક મેળવવી કઠિન જણાય, કરકસર અને ગણતરીથી ચાલવું, મકાન-સંપત્તિ અંગે આપના કામમાં પ્રગતિ જોવાશે. નોકરિયાતની કામગીરી વધશે, વેપાર-ધંધામાં ધીમી પ્રગતિ, ગૃહસ્થજીવન-સાંસારિક બાબતો હલ થાય, સગાં-સ્નેહીથી હલ મળતું થાય, આરોગ્ય બગડતું લાગે, પ્રવાસમાં વિલય. સિંહ (મ.ટ.) ખોટું ટેન્શન અને ભય દૂર થવાથી રાહત અને ઉત્સાહ અનુભવાય, નાણાકીય પરિસ્થિતિને સુધારવાના પ્રયત્નો ફળે, ધીરધાર, લેણ-દેણના કામકાજો થઈ શકે, મિલકત-વાહન યા અન્ય સરકારી ખાનગી કચેરીના કામોમાં અવરોધ બાદ કાર્યફળ મળે, નોકરીમાં સાનુકૂળતા, ધંધા-વ્યવસાય અંગે મહેનત રંગ લાવશે, ગૃહજીવન- પરિવાર અને આપના મનની ચિંતા હળવી બને, તેવો પ્રસંગ આવે, આરોગ્ય સાચવજો, પ્રવાસ અંગે વિલંબ. કન્યા (પ.ઠ.ણ.) મન નબળુ ન બને તે માટે યોગ અને ધ્યાન જાપનો સહારો મદદરૂપ આવક સામે ખોટા ખર્ચ-વ્યય નાણાભીડ સર્જી શકો, વિશ્વાસે કામ ન કરવો, લેણા મેળવી લેવા. મકાન-વાહન મિલકતની કોઈ સમસ્યા હોય તો તેના હલનો માર્ગ મળે,. નોકરી-ધંધા વ્યવસાય અંગે પ્રયત્નો ફળતા લાગે-મિત્રો સંબંધી લાગણી ઘવાય, કૌટુંબિક જીવનમાં સાનુકૂળતા, કાર્ય સફળ થાય, આરોગ્ય ચિંતા કરાવે, પ્રવાસમાં સાનુકૂળતા. તુલા (ર.ત.) માનસિક પ્રસન્નતા અને શાંતિ માટે ભક્તિ-પ્રાર્થના ફળદાયી બને, તણાવ હળવું થાય, આર્થિક બાબતો ગૂંચવાયેલી હોય કે ઉઘરાણી-કરજના પ્રશ્નો હોય દેવયોગે કોઈ મદદ, રાહતની તક સર્જાય, નોકરિયાતને કામનો બોજો, ધંધામાં ધીમો સુધારો, વિકાસ થાય, જમીન, મકાન વાહન અંગે સાનુકૂળ તક, દાંપત્ય-ગૃહકુટુંબ જીવન અંગે સમય મધ્યમ છે. નાના-મોટા પ્રશ્નોથી વિવાદ ન થાય તે જોજો, તબિયત પણ નરમ થાય, પ્રવાસ સફળ. વૃશ્ચિક (ન.ય.) મનનો અજંપો યા પરેશાની દૂર થતાં રાહતનો અનુભવ થાય, આવક અને જાવક વચ્ચેનો બહુ અંતર ન થાય તે જોવું, ખર્ચ અટકાવવો, નવી કોઈ તક લાભદાયી જણાય, કાર્ય સફળતા અને તેનું શુભફળ ચાખવા ધીરજ રાખી અને રાહ જોવી પડે, નોકરિયાતને કોઈ મદદ મળે, ધંધામાં સાનુકૂળતાની આશા, ગૃહજીવન-કૌટુંબિક બાબતો, સામાજિક કાર્ય અંગે ઘણું જતું કરવું પડે, સમાધાન રાખવું પડે, આરોગ્ય જળવાય, પ્રવાસ ફળદાયી. ધન (ભ.ધ.ફ.ઢ.) માનસિક પરિતાપનો અનુભવ થતો જણાશે, ખોટી કાલ્પનિક ચિંતા છોડજો, નાણાકીય બાબતો તરફ વિશેષ લક્ષ આપજો, સામાન્ય આવક વધતી લાગે, ખર્ચના પ્રવાહને કાબુ કરજો, મકાન-વાહન જમીન જાગીર અંગે સમય કઠિન જણાય, ધાર્યું અટકતું લાગે, નોકરી-ધંધાના ક્ષેત્રે અવરોધો, વિલંબ સર્જક જણાય, દાંપત્યજીવનમાં હર્ષ, લાગણી અને સહકાર રહે, સગાં સ્વજનથી સમજૂતી વધે, આરોગ્ય નરમગરમ, પ્રવાસમાં પ્રગતિ. મકર (ખ.જ.) પ્રવૃત્તિશીલ અને વ્યસ્ત રહેવાથી માનસિક તણાવ દૂર થતું જણાય, નાણાકીય કામકાજમાં સંજોગો સહાયક બને અને આવકની તક સર્જાય, કોઈ મદદ કે ઉઘરાણી ઉપયોગી બને, જમીન, જાયદાદના કામ ગૂંચવાય નહીં તે જોજો, મકાનની સમસ્યા રહે, નોકરી-ધંધામાં આગળ વધવાની તક મળે, કૌટુંબિક જીવનમાં કામકાજો અંગે પરેશાની, મનદુઃખ, ગેરસમજ જણાય, આરોગ્ય સચવાશે, પ્રવાસ મજાનો બને. કુંભ (ગ.શ.સ.) મનની અસ્વસ્થતા અશાંતિ કે ટેન્શનનો ભાર હળવો થાય તેવી સ્થિતિ, સંજોગો સર્જાતા જોવા મળે, આવક કરતાં જાવક વધશે તેથી કોઈ નવા માર્ગ શોધવા પડે, લોન યા મદદ મેળવી શકો, જૂના લેણ મેળવવા પડે, કાર્ય સફળતા મેળવવાના પ્રયત્નો વધારજો, ધીરજની કસોટી થાય અને નોકરિયાતને ધાર્યું ન થતું લાગે, વેપાર-ધંધામાં ઘણી ધીમી પ્રગતિ દેખાય, દાંપત્યજીવનમાં સંવાદિતા સર્જવા આપે જીવનસાથીમાં રસ લેવો પડે, ઉપેક્ષા ન કરવી, સગાં-સ્વજનનું માન સાચવવું પડે, ગેરસમજ ટાળવી, આરોગ્ય બગડવાની ચિંતા, પ્રવાસ અવરોધ. મીન (દ.ચ.ઝ.થ.) આપના મનનો ઉદ્વેગ, હતાશાને દૂર કરી શકશો, હવા ફેર યા અન્ય પ્રવૃત્તિથી લાભ થાય, તાણ ઘટાડી શકશો, નાણાકીય, સંજોગો ધીમે ધીમે સુધરે, આવકની તક આવે, ઉઘરાણી મેળવી શકશો, આપના ચૂકવણા-કરજના હપ્તા અંગેની વ્યવસ્થા કરી શકશો, મકાન-વાહન અંગેના કામકાજો સફળ બને, નોકરીમાં સાનુકૂળ સંજોગ સર્જાય, ઉન્નતિ, બદલાની તક મળે, ધંધાના વિકાસનો માર્ગ મળે, નવી યોજના આકાર લેશે, ગૃહજીવનમાં સુખ-સંવાદિતા સર્જી શકો, સગાં, મિત્ર, સ્નેહીનો સહકાર મળે, મનદુઃખ નિવારી શકશો, તબિયત બગડવા ન દેવી, પ્રવાસ સફળ બને.
Click here to Read more
