White House Shooting : કેમેરા ચાલુ મૂકીને જીવ બચાવવા ભાગ્યા પત્રકારો,જુઓ Video
3 weeks ago
યુએસ વ્હાઇટ હાઉસમાં બનેલી અંધાધૂંધ ગોળીબારની ઘટનાએ સમગ્ર સંકુલમાં ગભરાટનું વાતાવરણ સર્જ્યું. રાષ્ટ્રપતિ ભવન નજીક ઉપરાછાપરી અનેક ગોળીબારના અવાજ સંભળાયા બાદ, પત્રકારો અનેવ્હાઇટ હાઉસના સ્ટાફ સભ્યોને સલામત સ્થળે ભાગવાની ફરજ પડી હતી.આ સમયના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક મહિલા પત્રકાર તેના ફોન દ્વારા વ્હાઇટ હાઉસથી રિપોર્ટિંગ કરી રહી છે. બરાબર તે જ સમયે અચાનક ગોળીબાર થવા લાગે છે. ગોળીબારના સતત અવાજને લઈને બચવા માટે જમીન પર બેસી જાય છે. વ્હાઈટ હાઉસમાં ગોળીબારની ઘટનાવ્હાઈટ હાઉસમાં ગોળીબારની ઘટના દરમિયાન મીડિયા રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા X પર પોસ્ટ વાયરલ થઈ છે જેમાં કહું કે હું વ્હાઇટ હાઉસ નોર્થ લૉનમાંથી મારા iPhone પર એક સોશિયલ વીડિયો રેકોર્ડ કરી રહી હતી ત્યારે અમને ગોળીબારનો અવાજ સંભળાયો. એવું લાગતું હતું કે ડઝનબંધ ગોળીબાર કરવામાં આવ્યા છે. અમને પ્રેસ બ્રીફિંગ રૂમ તરફ દોડવાની સૂચના આપવામાં આવી હતી, જ્યાં અમે હાલમાં આશ્રય લઈ રહ્યા છીએ.https://x.com/selinawangtv/status/2058312115098697760?s=20રાષ્ટ્રપતિ ઓફિસની અંદર હતા આ ઘટના ત્યારે બની જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઓવલ ઓફિસની અંદર હતા . તેઓ ઈરાન સંબંધિત સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચામાં રોકાયેલા હતા.ગોળીબારની ઘટનાને લઈને સિક્રેટ સર્વિસે તાત્કાલિક કાર્યવાહી કરીને,રિપોર્ટિગ કરી રહેલા પત્રકારોને વ્હાઇટ હાઉસ નોર્થ લોન પરના તેમના રિપોર્ટિંગ સ્થાનો ખાલી કરવા અને પ્રેસ બ્રીફિંગ રૂમમાં આશ્રય લેવાનો આદેશ આપ્યો હતો. ભારે સશસ્ત્ર પોલીસ અધિકારીઓએ, વ્હાઈટ હાઉસના સમગ્ર વિસ્તારના કેટલાક ભાગોને ઘેરી લીધા હતા, જ્યારે કાઉન્ટર-સ્નાઈપર્સને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા.આ પણ વાંચો - Strait of Hormuz: હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે , ડોનાલ્ડ ટ્રમ્પનો વૈશ્વિક સ્તરે મોટો દાવો
Click here to Read more