World Yoga Championship: પ્રથમ દિવસે જ ભારતનો દબદબો, 6માંથી 5 ગોલ્ડ મેડલ દેશના નામે
8 hours ago
વૈશ્વિક ફલક પર ભારતનું નામ રોશન કરતાં ભારતીય ખેલાડીઓએ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સ્પર્ધાના પ્રથમ દિવસે જ ભારતે પોતાની તાકાત બતાવીને કુલ 6 કેટેગરીમાંથી 5 કેટેગરીમાં ગોલ્ડ મેડલ (સુવર્ણ ચંદ્રક) જીતીને ઈતિહાસ રચી દીધો છે. ટ્રેડિશનલ યોગાસન ઇવેન્ટમાં ભારતીય યોગવીરોએ પોતાની અદ્ભુત ક્ષમતાનું પ્રદર્શન કરીને વિશ્વભરના સ્પર્ધકોને પાછળ છોડી દીધા હતા.વિવિધ કેટેગરીમાં આ ખેલાડીઓએ જીત્યા ગોલ્ડ મેડલ સ્પર્ધાના પ્રથમ દિવસે ભારતે સિંગલ્સ કેટેગરીમાં એકપછી એક સફળતા મેળવી હતી. સિનિયર મેલ કેટેગરી: અભય બર્મને શાનદાર પ્રદર્શન કરી ભારતને આ ચેમ્પિયનશિપનો પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. સિનિયર ફીમેલ કેટેગરી: રીતુ મોંડલે પોતાની કળાના જોરે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. સિનિયર-એ ફીમેલ કેટેગરી: રીતુ ઠાકુરે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. સિનિયર-બી મેલ કેટેગરી: રોશન થાપાએ શાનદાર આસનો રજૂ કરી દેશ માટે ગોલ્ડ મેળવ્યો હતો. ટ્વિસ્ટિંગ બોડી ઇન્ડિવિજ્યુઅલ: જ્યોતિ દેવરકરે પોતાની અદભુત ફ્લેક્સિબિલિટી બતાવીને પાંચમો ગોલ્ડ મેડલ ભારતની ઝોળીમાં નાખ્યો હતો. સિંગાપોરે ભારતનો ક્લીન સ્વીપ અટકાવ્યો ભારતીય ખેલાડીઓ તમામ 6 કેટેગરીમાં સોનાના પદક જીતવાની સાવ નજીક પહોંચી ગયા હતા, પરંતુ માત્ર એક કેટેગરીમાં ભારત ચૂક્યું હતું. આ એક કેટેગરીમાં સિંગાપોરના ખેલાડીએ બાજી મારીને ભારતની ક્લીન સ્વીપ (તમામ મેડલ જીતવાની) હેટ્રિક અટકાવી દીધી હતી. આમ છતાં, પહેલા જ દિવસે 5 ગોલ્ડ મેડલ જીતીને ભારતે મેડલ ટેલીમાં પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે અને આગામી દિવસોમાં પણ દેશને વધુ મેડલ મળવાની આશા સેવાઈ રહી છે. વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Click here to Read more

