ગરમીના મુખ્ય બે પ્રકાર છે: સૂકી ગરમી અને ભેજવાળી ગરમી. ઉનાળાની શરૂઆતમાં જ્યારે ગરમી સૂકી હોય છે, ત્યારે હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે. ભેજવાળા હવામાનમાં એસીની બમણી મહેનત જ્યારે ચોમાસા દરમિયાન અથવા દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાં ભેજ (Humidity) વધે છે, ત્યારે એસીની કાર્યપ્રણાલી બદલાઈ જાય છે. ભેજવાળા વાતાવરણમાં એસીને બેવડું કામ કરવું પડે છે: પહેલું રૂમની હવાને ઠંડી કરવી અને બીજું તે ઠંડી હવામાં રહેલા પાણીના કણો એટલે કે ભેજને દૂર કરવો. આ પ્રક્રિયાને 'ડિહ્યુમિડિફિકેશન' કહેવામાં આવે છે. આ વધારાના કાર્યને લીધે એસીના કોમ્પ્રેસરને લાંબા સમય સુધી ચાલવું પડે છે, જેના કારણે વીજળીનો વપરાશ નોંધપાત્ર રીતે વધી જાય છે. કોમ્પ્રેસર અને વીજળીના બિલનું જોડાણ શુષ્ક કે સૂકી ગરમીમાં આપણો પરસેવો ઝડપથી સુકાઈ જાય છે, જેનાથી આપણને કુદરતી રીતે ઠંડકનો અનુભવ થાય છે. આ સ્થિતિમાં એસી સેટ કરેલા તાપમાન સુધી ઝડપથી પહોંચી જાય છે અને કોમ્પ્રેસર જલ્દી બંધ થઈ જાય છે. તેનાથી ઉલટું, ભેજવાળા હવામાનમાં તાપમાન ભલે ઓછું હોય, પણ ચીકણી ગરમીને કારણે એસીને હવામાંથી સતત પાણી ખેંચવું પડે છે. આ જ કારણ છે કે તાપમાન ૩૦ ડિગ્રી હોય છતાં ભેજને લીધે એસી ૪૦ ડિગ્રી જેવી મહેનત કરે છે અને તમારું વીજળીનું બિલ વધે છે. વીજળી બચાવવા માટેના અસરકારક ઉપાયો એસીનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને તમે વીજળીનું બિલ ઘટાડી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે એસીને હંમેશા ૨૪ થી ૨૬ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ચલાવો, કારણ કે દરેક ૧ ડિગ્રીના વધારા સાથે અંદાજે ૬% વીજળી બચે છે. ભેજવાળા હવામાનમાં સામાન્ય મોડને બદલે 'ડ્રાય મોડ' (Dry Mode) નો ઉપયોગ કરવો જોઈએ, જે વીજળી બચાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત, રૂમમાં ઠંડક જાળવવા માટે બારી-બારણાં બરાબર બંધ રાખવા અને સમયાંતરે એસીના ફિલ્ટર સાફ કરાવવા જોઈએ જેથી મશીન પર બિનજરૂરી લોડ ન આવે. આ પણ વાંચો: જૂનો ફોન વાપરો છો? હેકર્સની છે તમારા OTP પર નજર, જાણો કેવી રીતે બચવું
Click here to Read more

